SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પહાડ પરથી દેખાતું નીચેનું દશ્ય મનને મુગ્ધ કરી મૂકે છે. આ તીર્થ દક્ષિણ મહારાષ્ટ્રનું શત્રુંજય કહેવાય છે. આ તીર્થનો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૧૯૨૬ના મહા સુદ-૭ ના રોજ થયાનો ઉલ્લેખ છે. અહીં કાર્તિક પુનમ, ચૈત્રી પુનમ તેમજ માગસર સુદ-૧૦ના રોજ મેળો ભરાય છે. હજારો શ્રધ્ધાળુ ભક્તો દર્શનાર્થે પધારે છે. અહીં સાધુ-સાધ્વીજીઓ માટેના અલગ અલગ ઉપાશ્રયો આવેલા છે. આરાધન ભવણ પણ છે. તેથી આ તીર્થ પર સાધુ તથા સાધ્વીજી ભગવંતોની અવર-જવર રહે છે. આ તીર્થમાં આવવાથી મનને ખૂબજ શાંતિ મળે છે. (૩) જેસલમેરથી ૧૩કિ.મી. દુર બાગસા માર્ગે શ્રી બ્રહ્મસર તીર્થ આવેલું છે. અહીં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનની અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. લોદ્રવાથી પણ જઈ શકાય છે. ૭ કિ.મી. પાકી તથા ૬ કિ.મી. કાચી સડક છે. દેરાઉર ગામમાં લૂણિયા ગોત્રના એક શેઠને યવન લોકો ખૂબજ હેરાન કરતાં હતા. દાદા શ્રી જિનકુશલસૂરીશ્વરજી ગુરૂદેવે તેમને રાજસ્થાન પ્રસ્થાન કરવાનું કહ્યું. (આ વિગતો ઉપર આપી છે.) શેઠે ગુરૂદેવના ચરણો ઉત્કીર્ણ કરાવીને છત્રીની સ્થાપના કરાવી હતી. આ ચરણો આજે પણ છે. દાદાવાડી પણ છે. આ દાદાવાડીમાં એક કુંડ છે. જેમાં દુકાળના સમયમાં હંમેશા નિર્મળ પાણી ભરેલું રહે છે. આ સ્થળ ખૂબજ ચમત્કારિક અને જોવાલાયક છે. મંદિર પાસેના ઉપાશ્રયના દરવાજા ઉપરના કલાના નમૂના જોવા જેવા છે. મુનિ ભગવંતોએ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુના મહિમા ગાયો છે. કુંભોજગિરિ કે નાથ હૈં, કેસરકી વૃષ્ટિ હો રહી દક્ષિણ કા શત્રુજ્ય યહી, હૈ હો રહી અનુપમ મહી II તીર્થ યે નૂતન નવેલા, શાસ્ત્ર મેં ગાથા સહી ! ઐસે ‘શ્રી જગવલ્લભ પાર્શ્વ કો મેં, ભાવ સે કરું વંદના .. કેશરમણી વૃષ્ટિ થતી, ને અમીતણાં ઝરણા ઝરે, 1 જગવલ્લભ પાર્શ્વનાથ ૨૧૩
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy