________________
બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. હાલમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું વિદ્યમાન જિનાલય છેલ્લા બે-ત્રણ સૈકાથી સ્થિત છે. એક વિશાળ કમ્પાઉન્ડની મધ્યમાં બેઠી બાંધણીનું આ મનોહર જિનાલય બાવન દેવકુલિકાઓથી યુક્ત છે. આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાના દિવ્ય પ્રભાવ અંગે આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે. અનેક મહાપુરુષોએ આ તીર્થનો ગુણગાન ગાયા છે.
શંખેશ્વરમાં બીજું દર્શનીય અને ૫૨મ પ્રભાવક સ્થળ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવેલું ભવ્ય, કલાત્મક જિનાલય છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહા પ્રસાદમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ જિનાલયમાં બિરાજમાન કરવામાં આવેલ દરેક પ્રતિમાજીઓ અત્યંત દર્શનીય અને અલૌકિક છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જિનાલય વિશાળ જગ્યામાં હોવાથી દર્શનાર્થીઓ અત્યંત મુક્ત મને પ્રભુ દર્શનનો લાભ લઈ શકે છે. જિનાલયની બહા૨ કેસ૨૫૨ તથા સ્નાનઘર આવેલું છે. જિનાલયના બહારના ઓટલે ફૂલવાળા બેસતાં હોય છે. જિનાલયમાં પ્રવેશ કરતાં જ ભાવિકનું હૈયું પ્રસંન્ન બની ઊઠે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલય ઉપરાંત આ સંકુલમાં ધર્મશાળા આવેલી છે. બહારગામથી આવનાર યાત્રાળુઓ માટે રહેવા-ઉતરવાની સુંદર વ્યવસ્થા છે. તેમજ આ સંકુલમાં સાત્વિક અને શુધ્ધ ભોજન પીરસતી ભોજનશાળા છે. સવારે નવકારશી, બપોરે તથા સાંજે ભોજનની વ્યવસ્થા છે.
દરેક વિભાગો વચ્ચે ખુલ્લી જગ્યા હોવાથી યાત્રિકને અહીં રહેવાનું મન થાય છે. તેમાંય આ સંકુલમાં બાગ તથા વૃક્ષોની હારમાળા હોવાથી વાતાવરણ અત્યંત પ્રસન્ન કરી મૂકે છે. પવિત્રતાના દર્શન અહીં સૌ કોઈ યાત્રિક કરી શકે છે. વાહન પાર્કીંગની વ્યવસ્થા તથા એસ.ટી.ડી. બુથની વ્યવસ્થા પણ કરાઈ છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં ચાલીસમી દેરીમાં શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી ઉમરવાડીજી પાર્શ્વનાથ
૧૩