SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સુરત આંટો મારી આવતા હતા. આ દર મહિનાની જેમ નીતિનભાઈ બે દિવસની રજા મૂકીને સુરત આવ્યા. નિતિનભાઈએ તેમના પિતાને કહ્યું : “પપ્પા, મારી નોકરી સાણંદ છે અને હું આપની અને મમ્મીની સેવા કરવાથી વંચિત રહી જાઉ છું. આ તરફ બદલી કરાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કશું થઈ શકતું નથી.” દીકરા, તું મુંઝાઈશ નહિ...હું તો તને એમ કહું કે હવે તું મારી પત્ની અને તારા બાળકને ત્યાં લઈજા, અમને અહીં બેઠાં તારી જ ચિંતા રહ્યા કરે છે. તું ત્યાં શું જમતો હોઈશ. એકલો કેવીરીતે રહેતો હોઈશ? વગેરે ચિંતા રહે છે. હું અને તારી મમ્મી રહીશું.' ના...પપ્પા, તમને અને મમ્મીને એકલાં મૂકવા નથી.. મારો જીવ ન માને...' ‘તું અમારી વધારે પડતી ચિંતા કરે છે..' પિતાએ કહ્યું. “આપ ગમે તે કહો....પણ હું આપની વાત માનવાનો નથી.’ નીતિનભાઈ બોલ્યા. | પિતા-પુત્રની વાત નીતિનભાઈની પત્ની રાધિકા સાંભળી ગઈ. એ રાત્રે જ રાધિકાએ નીતિનભાઈને કહ્યું : “તમે આ તરફ બદલી કરાવી લો અથવા અમને ત્યાં લઈ જાઓ...અમને એકલા ગમતું નથી.” ‘રાધિકા, તું તારી રીતે સાચી જ છો. મને પણ તમારા બન્ને વગર ગમતું નથી. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કંઈ થઈ શકે તેમ નથી. માતા-પિતાની સેવા કરવાની આપણી ફરજ છે કે નહિ?' હા....એમાં હું ના પાડતી નથી. હું તો એટલું જ કહેવા માગું છું કે તમારા વગર અમને જરાય ગમતું નથી. તમે આ તરફ બદલી કરાવી લો...' રાધિકા, મારા પ્રયત્નો ચાલુ જ છે પરંતુ કેટલાક વિદ્ગો નડે છે...' વિશ્નો” શબ્દ સાંભળતાં રાધિકાના ચહેરા પર એક ચમક ઉપસી આવી. રાધિકા તરત જ બોલી : “ત્રણ મહિનામાં તમારી બદલી સુરતમાં જ થઈ જાયતો ?' શ્રી વારાણસી પાર્શ્વનાથ ૫૩
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy