________________
વિશેષ જાણકારી
(અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકામાંથી ઉદ્ભૂત કરેલી માહિતી આપવામાં આવી છે.) સુરતમાં દેસાઈ પોળ, બેસન્ટ હોલ સામે, ચંદનબાગ ખાતે શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. નામથી જ પોતાનો પ્રબળ પ્રભાવનો પરિચય કરાવતા આ પાર્શ્વ પ્રભુ અતિ પ્રાચીન નથી છતાં તે અતિ પ્રભાવક છે.
ભક્તજનોના દુઃખો અને દુરિતનું ભંજન કરનારા આ પરમાત્માનું “શ્રી દુ:ખભંજન’ નામ સાર્થક છે. સૂર્યપુર મંડન શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું આ જિનાલય શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના દેરાસર તરીકે ઓળખાય છે. આ પાર્શ્વસ્વામી વિક્રમ સંવત ૧૯૪૨ના હોવાનું કહેવાય છે. વિક્રમ સંવત ૧૯૫૦માં આ જિનાલયનું નિર્માણ થયું હતું.
| શ્રી પાર્શ્વ - પ્રાર્થના હે પાર્શ્વ પ્રભુ...! હે કરૂણાના સાગર...! મારા જીવનના પ્રત્યેક પર્યાય આપની જ કૃપા-આશિષ અને કરૂણાની દેન છે. આપની ઈચ્છા એ જ મારું જીવન બનો. મારા મનમાં ઉપજતી સંકલ્પ-વિકલ્પની ધારા આપના વિચારમય બનો. મારા મુખમાંથી નિકળતા શબ્દો આપની સ્તુતિ અને આપના ગુણગાન રૂપ બનો... આ મારી પ્રત્યેક ક્રિયા આપની પ્રદક્ષિણા-વંદનરૂપ થાઓ. મારી દૃષ્ટિમાં દુન્યવી વૈભવ દેખાય છે. તે આપના બાહ્ય અને અત્યંત ગુણ વૈભવ રૂપ બનો... જેથી સમયના નાનામાં નાના અંશમાં પણ હું આપમય રહું. મારી આંખો સદાય આપના મનમોહક રૂપના દર્શનમાં રત રહે. કાન સદા આપના યશોગાન સુણવામાં તત્પર રહે. નાક સદા આપના અલૌકિક લોકોત્તર ગુણોની સુવાસ લેવામાં આતુર રહે. જીભ સદા આપે પ્રરૂપેલ ઉત્તમ તત્ત્વજ્ઞાન રૂપી પદાર્થો તથા આપના ગુણગાન ગાવામાં મસ્ત રહે. આપના સિવાય કોઈ નામમાં મધુરપ ન લાગે. હૃદયમાં એક આપની જ સ્થાપના, આપની જ પ્રતિષ્ઠા, અંતરમાં બસ એક આપજ આપ છો, ©.
- શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૦