________________
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ | ગુજરાતના સુરતની બાજુમાં આવેલ રાંદેર ગામમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. સુરત રેલ્વે સ્ટેશનથી આ તીર્થસ્થળ નજીક છે. બસ, રીક્ષા દ્વારા રાંદેર જઈ શકાય છે. સુરતથી છ કિ.મી.ના અંતરે આવેલું રાંદેર નદી કિનારે આવેલ છે.
રાંદેરમાં પાંચ ભવ્ય જિનાલયો છે. અહીં ઉપાશ્રય અને ધર્મશાળા છે. સુરતથી અનેક જૈનો રાંદેરના ચૈત્યોને જુહારવા આવે છે.
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજીના અન્ય તીર્થધામોમાં (૧) મંદસૌરથી ૧૬ માઈલ દૂર આવેલા દેવગઢ તથા ઉદેપુરમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથના જિનાલયો છે. વાલકેશ્વર (મુંબઈ)ના બાબુના દેરાસરમાં શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. અંતરિક્ષજી સહિત અન્ય સ્થળોએ શ્રી વિષ્નહરા પાર્શ્વનાથજીની પ્રતિમાજીઓ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ચુમોતેરમી દેવકુલિકામાં શ્રી વિષ્નહરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
રાંદેર ગામ સુરતનું એક પરા જેવું છે. પ્રાચીન તીર્થમાલાના સ્તવનોમાં રાંદેરનો ઉલ્લેખ જોવા મળે છે. રાંદેરના નિશાળ ફળિયામાં આવેલ જિનાલયમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુની જમણી બાજુએ શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજીની દિવ્ય અને ભવ્ય શ્યામ વર્ણની, પદ્માસનસ્થ પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. બન્ને બાજુ બે નાનાં જિનબિંબ છે. વિક્રમ સંવત ૧૭૯૩માં રાંદેરમાં ચૌદ દેરાસર અને ૧૪૩ જિનબિંબ હોવાનો ઉલ્લેખ કર્કમતી લાઘાશાહ વિરચિત સુરત ચૈત્ય પરિપાટીમાં કર્યો છે.
- આ જિનાલયમાં મૂળનાયક શ્રી આદિશ્વર દાદા છે. પ્રતિમાજી પર ૧૬૮૩નો ઉલ્લેખ છે. સંવત ૧૮૦૦ની આસપાસ આ જિનાલય શ્રી સંઘે બંધાવેલું છે. અહીંનું શ્રી નેમિનાથજીનું જિનાલય ઘણું પ્રાચીન છે. અહીંના શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથજી ૩૦૦ વર્ષ જેટલા પ્રાચીન ગણાય છે. ભક્તોના વિપ્નો
શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ
૨૩૯