SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ નગરની બે બાજુની ટેકરીઓ શત્રુંજય અને ગિરનારના નામથી જાણીતી છે. જેનલ ટેકરીને શત્રુંજયથી ઓળખવામાં આવે છે. અહીં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય છે. જ્યારે ગિરનાર ટેકરી પર શ્રી હીર વિજયસૂરિશ્વરજી મહારાજાને પંન્યાસ અને ઉપાધ્યાય પદવી આપવામાં આવેલી હતી. જૈનશાસન પ્રભાવક આ. શ્રી વિજયસેનસૂરિશ્વરજી મહારાજની જન્મભૂમિ નાડલાઈ છે. અહીં શિવ ધર્મ પાળતાં કેશવયોગીને વાદમાં પરાજિત કરીને આચાર્ય ભગવંત શ્રી યશોભદ્રસૂરિજી મહારાજે જૈન શાસનનો વિજય ધ્વજ ફરકાવ્યો હતો. તે પ્રસંગનું સાક્ષીરૂપ બનેલું શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય આજે પણ અતીતના ભવ્ય સંભારણા સાથે અડીખમ ઊભું છે. જેનલ ટેકરીના મૂળમાં શ્રી સોગઠિયા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય શિખરબંધી જિનાલય શ્રધ્ધાળુઓને પ્રેરણા આપનારું છે. આ જિનાલયનું બાંધકામ દશમા સૈકામાં થયાનું માનવામાં આવે છે. આ તીર્થના પાર્શ્વનાથને આજે પણ “સોગઠિયા પાર્શ્વનાથ' તરીકે જ જાણવામાં આવે છે. આ નામનું રહસ્ય હજુ પ્રગટ થયું નથી. આ પ્રતિમાજી જમીનમાંથી પ્રગટ થઈ હતી અને મહારાજા સંપ્રતિના કાળની આ પ્રતિમાજી હોવાનું જણાય છે. અનેક જૈનાચાર્યો, મુનિવરો અને કવિઓએ શ્રી સોગઠિયા પાર્શ્વનાથ તીર્થ અને પરમાત્માની સ્તુતિ ગાઈ છે. વિશેષ જાણકારી તમારા અહીં વિવિધ પુસ્તક - પુસ્તિકામાંથી ઉદ્ભૂત કરેલી માહિતી પ્રસ્તુત છે. ઈતિહાસ કહે છે કે નારદે વસાવેલી આ નાદરપુરીના નિકટવર્તી ગિરિશ્ચંગ પર શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નકુમારે ભવ્ય શિખરબંધી જિનપ્રાસાદનું નિર્માણ કરાવી, પરમ યોગીશ્વર શ્રી નેમિનાથ પ્રભુની પ્રભાવપૂર્ણ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી, આ ઈતિહાસ, આ નગર અતિ પ્રાચીન હોવાનું અનુમાન કરવા પ્રેરે છે. આ નગરની નિકટવર્તી બે ટેકરીઓ અનુક્રમે શત્રુંજય અને ગિરનારના શ્રી સોગઠિયા પાર્શ્વનાથ ૨૩૩
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy