SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ જાણકારી કાપરડા ગામની સ્થાપના ક્યારે થઈ તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી. ચમત્કારિક ઘટનાઓ સાથે વિ.સં. ૧૬૭૪ માગશર વદ-૧૦ના પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણક દિવસના શુભ અવસરે ભૂગર્ભ માંથી શ્રી સ્વયંભૂ પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી પ્રગટ થઈ હતી. આ ચાર મજલાનું ચૌમુખી દેરાસરનું બાંધકામ, શિલ્પ અનેરી ભાતનું છે. આજુબાજુ નાના ગામડાં હોવાથી આ દેરાસરના શિખરના દર્શન ખૂબજ દૂરથી થઈ શકે છે. ભંડા૨ી ગોત્રના શ્રી ભાનાજી ઉપર રાજા કોઈ કારણસર કોપાયમાન થતાં તેમને જોધપુર આવવાનો આદેશ આપ્યો. ભંડારીજી ભયભીત હોવા છતાં જવા તૈયાર થયા. વચ્ચે કાપરડામાં મુકામ કર્યો. પ્રભુ પ્રતિમાના દર્શન કર્યા પછી જ ભોજન કરવાનો નિર્ણય હોવાને કરણે તપાસ કરતાં ઉપાશ્રયમાં એક યતિવર્ય પાસે પ્રતિમા હોવાનું જાણી ત્યાં ગયા, યતિજીએ ભંડારીનું જોધપુ૨ જવાનું કા૨ણ સમજતાં જણાવ્યું કે આ તમારી કસોટીનો સમય છે પણ તમે નિર્દોષ હોવાને કારણે હિંમત હારશો નહિં. ભંડારીજી જોધપુર પહોંચે એ પહેલાં જ જોધપુરના રાજાને પોતાની ભૂલ સમજાઈ, સાંભળેલી વાત ખોટી જણાઈ અને ભાનાજી નિર્દોષ જણાયા. ભાનાજી આવતાં જ રાજાએ એમનું સન્માન કર્યું. સાથે ૫૦૦ રજતમુદ્રા ઉપહાર તરીકે ધરી. પાછા ફરતાં ભાનાજી પર યતિજીએ પ્રસન્ન થઈ આ મુદ્રાઓ થેલીમાં નાખી ઉપર વર્ધમાન વિદ્યાસિધ્ધ વાસક્ષેપ નાખી ભંડારીને પાછી સોંપી એ થેલીને ઊંધી ન કરવા જણાવી. મંદિરનું નિર્માણકાર્ય તથા બધી આવશ્યકતાઓ પૂરી થશે એવું જણાવ્યું. ભંડા૨ીજીની ઈચ્છા મુજબ ભવ્ય મંદિરનો નકશો તૈયાર થયો. અને નિર્માણ શરૂ થયું. કાર્ય સંપૂર્ણ થવાની નજીક હોવા પહેલાં ભંડારીજીના પુત્રે એથેલીને ઊંધી કરતાં મુદ્રાઓ બહાર આવી ગઈ. અને ભંડારીજીને દુઃખ થયું. પરંતુ થવાનું બનવાકાળ સમજી મંદિરની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કર્યો. પ્રાચીન પ્રતિમા માટે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી મહારાજને પ્રાર્થના કરવામાં આવી. આ બાજુ આચાર્યને કાપરડા ગામે બાવળની ઝાડીમાં ભગવાનની મૂર્તિ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ૧૬૬
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy