________________
ભમતીમાં બોતેરમી દેવકુલિકામાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને શ્વેત પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. તેમજ શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે તથા પરિકરથી પરિવૃત્ત છે.
મહિમા અપરંપાર અમદાવાદની ઝુંપડપટ્ટીમાં રીખવચંદ જૈન તથા તેમના પત્ની પ્રતિભા છેલ્લા દસ વર્ષથી રહેતા હતા. રીખવચંદભાઈ શેર સટ્ટાનું કામ કરતાં હતા. દસ વર્ષ સટ્ટામાં બધુ ગુમાવી બેઠા અને પોતાની ઓફિસ, બંગલો, ગાડી તેમજ પત્નીના દાગીના, ફીક્સ ડીપોઝીટ વગેરે ગુમાવી બેઠાં તેઓ પહેરેલ કપડે નીકળી ગયા. રીખવચંદ વધુ કમાઈ લેવાની લ્હાયમાં બધું ગુમાવી બેઠાં હતાં. અને રસ્તા પર આવી ગયા હતા. જ્યારે તેઓ એકદમ સુખી હતા ત્યારે દેરાસર કે ઉપાશ્રય જતાં નહોતા. તેઓ તેમાં શ્રધ્ધા ધરાવતા નહોતા. પરંતુ રસ્તે આવી ગયા પછી તેમનામાં શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે શ્રધ્ધા વધી ગઈ હતી. તેમને સંતાનમાં કશું હતું નહિ.
પ્રતિભા સુશીલ અને ગુણીયલ નારી હતી. તે એક રૂમના ઘરમાં સીવણકામ કરીને થોડી ઘણી આવક ઊભી કરતી હતી. રીખવચંદ મજુરી કામ કરતો હતો. ઉપાશ્રયો કે સંઘો દ્વારા જ્યારે વિના મૂલ્ય ચીજ વસ્તુનું વિતરણ થાય ત્યારે તેઓ
ત્યાં પહોંચી જતાં અને જે કંઈ મળે તે લઈને આવતા. કરી | એક દિવસ પ્રતિભાએ કહ્યું : “છેલ્લા દસ વર્ષથી આપણી સ્થિતિમાં કશો ફરક પડયો નથી. હું એમ કહેવા માગતી નથી કે તમે મહેનત કરતાં નથી... પરંતુ દુઃખના દિવસો ક્યારે પૂરાં થશે ?'
“પ્રતિભા, દુઃખના દિવસો ક્યારે પૂરા થશે તે કેમ કહી શકાય? એક નાનકડી ભૂલે જીંદગી બદલાવી નાંખી. મારા મિત્રો, સગા-સ્નેહીઓએ પણ મોઢું ફેરવી લીધું છે. એટલું જ નહિ તેઓ મને ક્યાંય સ્થિર પણ થવા દેતા નથી. કોઈ જગ્યાએ નોકરી માટે જાઉં તો ઓળખાણ માંગે છે. સગા સ્નેહીઓના નામ આપું છું તો તેઓ મારા વિષે સારો અભિપ્રાય આપતાં નથી. આથી ક્યાંય સ્થિર નોકરી મળી
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૭