SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ શહેર સુરતમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્યતીર્થ આવેલું છે. સુરતમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ મુની મનોહરી પ્રતિમાજી ગોપીપુરામાં આવેલ શ્રી શીતલનાથજી સ્વામીના જિનાલયના ભોંયરામાં પ્રતિષ્ઠિત છે. આ સિવાય ભારતભરમાં અનેક સ્થાનો પર શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજમાન છે. પાટણના ટાંગડિયા વાડામાં, રાધનપુર, અણવાલ (બનાસકાંઠા), અમદાવાદમાં લાંબેસની પોળમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. અમદાવાદમાં તળીયાની પોળ, સમેતશિખરની પોળમાં તથા વડનગર, પાલીતાણા, જોધપુર, ઉદેપુર, જયપુર, મુંબઈ (પાયધુની) સમલા (મહારાષ્ટ્ર) માં તેમજ ભીલડીયાજી તીર્થ, જીરાવલા તીર્થ તથા સાંતાક્રુઝ (મુંબઈ)ના જિનાલયોની ભમતીની દેરીઓમાં તેમજ મુંબઈ બાબુલનાથ રોડ પર આવેલા જિનાલયમાં પરમ પ્રભાવક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ (જિનાલય)માં ફરતી ભમતીમાં છપ્પનમી દેવકુલિકામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુજીની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાનો. સુરતમાં ગોપીપુરામાં આવેલ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલયમાં અમીવૃષ્ટિ, અમીઝરણાં અને નાગદેવતાના દર્શનની ઘટનાઓ અવારનવાર થતી જોવા મળે છે. | વિક્રમ સંવત ૨૦૩૫માં પર્યુષણમાં શ્રી શીતલનાથજી પ્રભુના જિનાલયના ગર્ભગૃહમાં દીવાલનો આરસ ખોલવામાં આવ્યો ત્યારે દશ જેટલા નાગદેવતાઓએ ભાવિકોને દર્શન આપેલાં. શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ ૧૧૭
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy