SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચમત્કારી પાર્શ્વનાથ મધ્યપ્રદેશમાં અનેક પ્રાચીન જિનાલયો આવેલા છે. જેમાં ખાસ કરીને શ્રી ગ્વાલીયર તીર્થ, જ્યાં લગભગ ૧૫૦૦ જેટલી જૈન પ્રતિમાજીઓ અહીંના તીર્થસ્થાનોમાં પ્રતિષ્ઠિત છે. એક વાવમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની ૩૪ ફૂટ ઊંચી અને ૩૦ ફૂટ પહોળી પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. - ખજૂરાહો ગામથી લગભગ ૧ કિલોમીટરના અંતરે ખૂડર નદીના કિનારે નવમી અને બારસી સદી વચ્ચે ચંદેલ રાજાઓ દ્વારા અહીં જૈન મંદિરોનું નિર્માણ થયેલું, અહીં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું શિષ્યમાં આલેખાયેલી આ ચાર વિભાવનાઓનું મોહક દર્શન છે. પ્રાચીન સુંદર કલાના દર્શન થાય છે. આ તીર્થ પન્નાથી ૪૩ કિ.મી. અને છત્તરપુરથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે.. | મધ્યપ્રદેશનું શ્રી કુંડલપુરતીર્થ દર્શનીય છે. આ તીર્થમાં શ્રી મહાવીર સ્વામી મૂળનાયકરૂપે બિરાજમાન છે. આ વિશાળ પ્રતિમાજી કુંડલાકાર પર્વત ઉપર આવેલા કોટમાં ૪૬ મંદિરોના સમૂહમાં આવેલ છે અહીં બીજા ૧૬ મંદિરો તળેટીમાં છે. હટ્ટાથી ૧૬ કિ.મી. અને હમોહથી ૩૫ કિ.મી. ના અંતરે આ તીર્થસ્થાન આવેલુ છે. આ પ્રતિમાજી બડેબાબા તરીકે પ્રખ્યાત છે. આ તીર્થ ઘણું પ્રાચીન છે. - હરવાલપુરથી ૯૬ કિ.મી.ના અંતરે અને સાગરથી ૧૦૩ કિ.મી. ના અંતરે શ્રી દ્રોણગિરિ તીર્થ આવેલું છે. આ એક નાની પહાડી પરનું પ્રાચીન તીર્થ છે. યુધ્ધમાં ઘાયલ થયેલા લક્ષ્મણ માટે હનુમાનજી આ પહાડ ઉપરથી સંજીવની લઈ ગયા હોવાનું મનાય છે. આ પહાડ સુગંધી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓથી ભરપુર છે. નજીકનું ગામ બડા મલહરા છે. જે છત્તરપુર - સાગર રોડ પર આવેલ છે. આ તીર્થમાં મૂળનાયક રૂપે શ્રી આદિશ્વર પ્રભુ બિરાજમાન છે. - સાગરથી પ૬ કિ.મી. ના અંતરે, શાહગઢથી ૧૩ કિ.મી. અને વકસવાથી ૨૪ કિ.મી. ના અંતરે શ્રી શેષન્દીગિરિ તીર્થ આવેલું છે. એક સાધારણ ઊંચા પહાડ ઉપર૩૫ મંદિરોનો સમૂહ અત્યંત રમણીય છે. અહીં એક જલમંદિર છે. તળેટીમાં બીજા પંદર મંદિરો છે. નદીના વહેણ વચ્ચે એક પાષાણશિલા છે, જેના ઉપર અનેક મુનિઓ તપશ્ચર્યા કરી મુક્તિ પામેલ છે. આ શિલાને સિધ્ધ શિલા શ્રી ચમારી પાર્શ્વનાથ
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy