________________
‘ભલે...આપણે પ્રથમ અહીંથી અમદાવાદ જઈશું. ત્યાંથી ટેક્સી કરીને શંખેશ્વર જઈશું. બે દિવસ રોકાઈને અમદાવાદ એક દિવસ રોકાઈને રાપર ચારપાંચ દિવસ જઈ આવીશું. આઠેક દિવસનો કાર્યક્રમ થશે. હમણાં બજાર પણ શાંત છે. તેનો લાભ લઈ લઈએ.'
કાકા હા...ના...હા...ના... કરતાં હતા પરંતુ કાકીએ તો સંમતિ આપી દીધી. કાકી સંમતિ આપે એટલે કાકાને આવવું જ પડે તેની ખાત્રી વીરચંદભાઈ કચ્છીને હતી.
બીજે જ દિવસે વીરચંદભાઈએ બે દિવસ પછીની મુંબઈ-અમદાવાદ તથા અમદાવાદ-મુંબઈની રીટર્ન ટિકિટ કઢાવી લીધી. રેલ્વેની ચાર ટિકિટ કઢાવી હતી. વીરચંદભાઈએ શંખેશ્વર પેઢીમાં ફોન કરીને ધર્મશાળાની બે રૂમ પણ બે દિવસ માટે બુક કરાવી લીધી.
અને નિશ્ચિત દિવસે કાકા-કાકી તથા વીરચંદભાઈ અને મીરાબેન મુંબઈથી શંખેશ્વર જવા વિદાય થયા. તેઓએ અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉતરીને ટેક્સી ભાડે કરી. ટેક્સીમાં બેસીને તેઓ શંખેશ્વર આવ્યા.
- શંખેશ્વરમાં તેમની રૂમ બુક થયેલી હતી. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર સંકુલ જોઈને કાકા-કાકી તો રાજીરાજી થઈ ગયા. મુંબઈની હાડમારી જેવી જીંદગીની વચ્ચે પ્રકૃતિનું સૌંદર્ય માણવાની પ્રથમવાર તક મળી હતી. કાકા તથા કાકીના ચહેરા પર હર્ષનો કોઈ પાર નહોતો. ધર્મશાળા પણ અત્યંત સ્વચ્છ અને સુઘડ હતી. સ્ટાફ પણ વિનયી હતો.
સૌ પ્રથમ તો સૌ નવકારશી વાપરવા ભોજનશાળામાં ગયા. નવકારશી વાપરીને સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે ગયા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરી. તેમાંય શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુની અનેરી શ્રધ્ધા સાથે સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. ત્યારબાદ તેઓ શ્રી શંખેશ્વર પાર્થ પ્રભુની પૂજા કરવા માટે ગયા. બપોરે ભોજન લઈને આરામ કર્યો.
સાંજના સમયે શંખેશ્વરના અન્ય દર્શનીય સ્થાનો પર કાકા, કાકી તથા
શ્રી સ્મૃલિક પાર્શ્વનાથ
૨૫૧