________________
એક દિવસ કાંતિપુરના સાર્થવાહ ધનશ્રેષ્ઠી વેપાર અર્થે વહાણો લઈને પરદેશ ગયા હતા. આગળ જતાં મધદરિયે તેમનાં વહાણો થંભી ગયા. ધનશ્રેષ્ઠીએ અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ ઉપાયો કારગત નીવડ્યા નહિ. નિરાશ થયેલા ધન શ્રેષ્ઠીએ આત્મ વિલોપન કરવાનો વિચાર કર્યો અને એ માટે તેમણે તૈયારીઓ શરૂ કરી ત્યારે આકાશવાણી થઈ અને ધન સાર્થવાહને આત્મવિલોપન માટે રોક્યો. આકાશવાણી દ્વારા ધન શ્રેષ્ઠીને જાણવા મળ્યું કે સમુદ્રના પેટાળમાં દિવ્યતા ધરાવતી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે તેના પ્રભાવથી જ આ આપત્તિ દૂર થશે, તેમ જ તે પ્રતિમાજીનો સમગ્ર ઈતિહાસ ધન શ્રેષ્ઠીએ આકાશવાણી દ્વારા જાણ્યો. | ધન શ્રેષ્ઠી દિવ્યવાણીથી પુલકિત થયા અને દૈવી સહાયથી તેમણે સમુદ્રના પેટાળમાંથી શ્રી પાર્શ્વ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બહાર આણી. પ્રતિમાજી જેવી બહાર આવી કે વહાણો ગતિમાન થયા. બધા વહાણો કાંતિપુર હેમખેમ આવી પહોંચ્યા. શ્રેષ્ઠીએ અનેરા ઉત્સવ સાથે પ્રતિમાજીનો ભવ્ય નગર પ્રવેશ કરાવીને એક દર્શનીય જિનાલયમાં બિરાજમાન કરાવી. આ પ્રતિમાજીની સાથે અન્ય બે પ્રતિમાજીઓ સમુદ્રમાંથી ધન શ્રેષ્ઠીને પ્રાપ્ત થયા તેમાંના એક પાર્થ પ્રભુની પ્રતિમાજી ચારૂપ ગામમાં અને શ્રીપત્તનમાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજી આજે પણ વિદ્યમાન છે.
આમ ૨૦૦૦ વર્ષ સુધી કાંતિપુરના શ્રાવકોએ આ પ્રતિમાજીની હૈયાના અનેરા ભાવ સાથે શ્રી પાર્શ્વ ભક્તિ કરી. વિક્રમના પહેલાં સૈકામાં શ્રીપાદ લિપ્તસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય બનેલા નાગાર્જુન નામના યોગીએ આ પ્રતિમાજીનું હરણ કરીને કોટિવેધ નામના રસની સિદ્ધિ આ પ્રતિમાજીના પ્રભાવથી પ્રાપ્ત કરી. કાર્યસિધ્ધિ બાદ નાગાર્જુને આ પ્રતિમાજી સેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચે ભૂમિમા ભંડારી દીધી. ત્યાં પણ દેવો દ્વારા આ પ્રતિમાજીની પૂજાભક્તિ થતી રહી.
આચાર્ય ભગવંત શ્રી જિનેશ્વરસૂરીજી મહારાજના શિષ્યરત્ન શ્રી અભયદેવ મુનિ માત્ર ૧૬ વર્ષની કુમારવયે સૂરીપદે પ્રતિષ્ઠિત થયા. કર્મના પ્રતાપે આ સૂરીદેવ કુષ્ઠરોગના ભોગ બન્યા. આ વ્યાધિ ધર્મનિંદાનું કારણ બનતાં સૂરીદેવને ભારે
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૮૯