________________
વ્યથા થઈ ત્યારે શાસનદેવીએ સૂરીદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા. અને સાંત્વન આપ્યું. તેમજ જણાવ્યું કે સેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચેની ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી છે. તે પ્રતિમાજીને પ્રગટ કરવા જણાવ્યું. શાસનદેવીએ તે પ્રતિમાજીનો ઈતિહાસ જણાવ્યો તેમજ નવ અંગોની ટીકા રચવા વિનંતી પણ કરી. કાકા
શાસનદેવીના કથન મુજબ શ્રી અભયદેવસૂરીજી સંઘ સહિત સેઢી નદીના 'કિનારે આવ્યા. ત્યા સૂરીદેવે ૩૨ શ્લોક પ્રમાણ જયતિહણ સ્તોત્રની રચના કરી. શ્રી સ્થંભન પાર્શ્વનાથની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજીને પ્રગટ કરી. આ પ્રતિમાજીના સ્નાત્રજળથી સૂરીદેવનો કુષ્ઠ રોગ ક્ષણવારમાં નષ્ટ થયો. ધરણેન્દ્રદેવના સૂચનથી સૂરીદેવે સ્તોત્રની છેલ્લી બે ગાથા ગોપવી દીધી. છે. શ્રી સંઘે સેઢી નદીના કિનારે સ્થંભનપુરમાં નૂતન જિનાલય બંધાવીને શ્રી અભયદેવસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. આ ઘટના ૧૧માં સૈકામાં બની હતી. સૂરીદેવે પ્રતિમાજીના દિવ્ય પ્રભાવથી નવ અંગોની ટીકા રચી.
વિક્રમ સંવત ૧૩૬૮માં ચમત્કારિક, દિવ્ય એવી શ્રી ચંભન પાર્શ્વથજીની પ્રતિમાજીને ત્યાંથી સ્થંભન તીર્થમાં લાવવામાં આવી. ખંભાતનો સંઘ આ પ્રતિમાજીની હૈયાના ભાવ સાથે સેવા-પૂજા ભક્તિ કરવા લાગ્યો. - આ રીતે સૈકાઓ પસાર થયા. પ્રતિમાજીની ભક્તિ પૂજા અર્ચના કરતા રહ્યાં. સંવત ૧૯૫૨માં તારાપુરના સુવર્ણકાર(સોની) એ નીલમરત્નની આ પ્રતિમાજી ચોરી લીધી, પરંતુ સંઘના પ્રયત્નોથી સોની પકડાયો અને પ્રતિમાજી પુનઃ સંઘને પ્રાપ્ત થઈ. - શાસન સમ્રાટ આચાર્ય ભગવંત વિજયનેમિસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૯૫૫માં આ પ્રતિમાજીને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી. શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરિજીના ઉપદેશથી આ જિનાલયનો જીર્ણોધ્ધાર થયો. વિક્રમ સંવત ૧૯૮૪ના ફાગણ સુદ – ૯ ના પૂજ્યશ્રીના હસ્તે જીણોદ્ધતા જિનાલયનો ભવ્ય પ્રતિષ્ઠા – મહોત્સવ ઉજવાયો.
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૯૦