________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
ગુજરાતના ખેડા જીલ્લાના ખંભાત મુકામે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીનતમ તીર્થ આવેલું છે. ખંભાતમાં અનેક જિનાલયો આવેલા છે. ખંભાત આજે પણ જૈન પ્રવૃતિઓનું મહત્વનું સ્થાન છે. ખંભાત રેલ્વે સ્ટેશનથી આ તીર્થ દોઠકિલોમીટરના અંતરે આવેલું છે. વડોદરાથી ૮૦ કિલોમીટરના અંતરે છે. અહીં ભોજનશાળા, આયંબીલશાળા તથા ધર્મશાળા આદિની ઉત્તમ સગવડ છે. ખંભાત ખારવાડામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. મુંબઈમાં ચંદનબાળા એપાર્ટમેન્ટ માં તથા વાલકેશ્વર શ્રી આદિનાથ જિનાલય તેમજ સાંતાક્રુઝ (મુંબઈ) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં પણ શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજીત છે.
| નડિયાદમાં શ્રી શાંતિનાથ જિનાલયમાં પણ શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાજી છે. પાટણ (ઉ.ગુ.) માં કોટાવાળાની ધર્મશાળાના પ્રાંગણમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની દેરી આવેલી છે.
અદૂભૂત કલા કારીગરીથી યુક્ત પરિકરમાં પરિવૃત્ત શ્રી સ્તંભન પાર્શ્વનાથજીની પ્રતિમા દિવ્યતા બક્ષે છે. કૃષ્ણ વર્ણની, પદ્માસનસ્થ, પાંચફણાથી અલંકૃત આ પ્રતિમાજીની ઊંચાઈ ૮ ઈંચ અને પહોળાઈ ૬ ઈંચની છે. પરિકરમાંના સપ્રફણા ભવ્યતા બક્ષે છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુનો ઈતિહાસ ભવ્ય છે. ગઈ ચોવીસીના શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં અષાઢી નામના શ્રાવકે અનાગત ચોવીસીના ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલમ રત્નની એક મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત કરી અને વર્ષો સુધી સેવા-પૂજા અને ભક્તિ કરી, ત્યાર પછી સૌધર્મેન્દ્રદેવે હજારો વર્ષો સુધી તેની પૂજા કરી. ત્યારબાદ વરુણદેવે આ પ્રતિમાજીની પૂજા કરી. સમયાન્તરે આ પ્રતિમાજી નાગરાજની પાસે આવી અને પાતાળલોકમાં લઈ જઈને અન્ય દેવોની સાથે પૂજન-અર્ચન કરવા લાગ્યો.
શ્રી સ્થંભન પાર્શ્વનાથ
૨૮૭