________________
ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દેવકુલિકા છે ત્યાં શ્રધ્ધાથી ભક્તિ કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે.”
આવતીકાલે રવિવાર છે. જો જવું હોય તો જઈએ...” રેવા બોલી.
બરાબર છે...મારી પાસે પાંચસો રૂપિયા છે. અહીંથી બસમાં જઈશું અને ત્યાં સેવા-પૂજા કરીને સાંજે પાછા આવી જઈશું.”
એમજ થયું. બીજે દિવસે ન્યાલચંદભાઈ અને રેવા શંખેશ્વર જવા માટે નીકળી ગયા.
ત્યાં ભક્તિ વિહારમાં ઉતર્યા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની સેવા-પૂજા કરી તેમાંય શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથની ખરા હૃદયથી પૂજા-ચૈત્યવંદન કર્યું. બન્નેની આંખોમાંથી આંસુ ઉમટી પડ્યા હતા. બન્નેએ ભાવથી દર્શન-વંદન કર્યા હતા. ત્યાંથી બન્ને શ્રી શંખેશ્વર દાદાની સેવા-પૂજા કરવા માટે ગયા. ત્યાંથી ધર્મશાળામાં પાછા આવ્યા. વસ્ત્રો બદલાવીને ભોજનશાળામાં જઈને ઘણા સમય પછી ઉત્તમ ભોજન પ્રાપ્ત કર્યું.
બપોરે ચાર વાગે તેઓ શંખેશ્વરથી નીકળીને સાંજના સાત વાગે લીંબડી પોતાની બોલીમાં આવી પહોંચ્યા. તેમની ખોલીમાં એક બંધ કવર પડ્યું હતું.
| ન્યાલચંદભાઈએ કવર ખોલ્યું તો તેમાં જણાવેલું હતું કે તમારી વીમાની રકમ પાકી ગઈ છે. ઓફિસે આવીને ચેક લઈ જશો. ન્યાલચંદભાઈ અને રેવાબેનની ખૂશીનો પાર ન રહ્યો.
| બીજે દિવસે ન્યાલચંદભાઈ વીમાકચેરીએ પહોંચ્યા ત્યાં આવેલી ટપાલ, પોતાની ઓળખ, રેશનકાર્ડ વગેરે બતાવ્યું. તેમની આ પોલીસી સુખના દિવસોમાં તેમના પિતાજીએ કઢાવી હતી. ન્યાલચંદભાઈના હાથમાં દસ લાખ રૂપિયાનો ચેક આવી ગયો. તેઓ ત્યાંથી બેંકમાં ગયા અને એક ભર્યો.
- બીજે જ દિવસે તેમણે ઓફિસની તપાસ આદરી અને તેણે એક લાખમાં ઓફિસનો સોદો કરી લીધો. તેમજ ત્રણ લાખમાં એક મકાન પણ લઈ લીધું. આઠ દિવસ બાદ બન્ને ખોલી છોડીને નવા મકાનમાં રહેવા આવી ગયા. અને ન્યાલભાઈ ઓફિસમાં બેસવા લાગ્યા. તેમણે અગાઉનો કોટનનો વ્યવસાય શરૂ કરી દીધો.
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૫.