Book Title: 108 Parshwanath Tirth Samput Part 02
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 307
________________ અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી. આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી પાર્થ પ્રભુના અન્ય તીર્થો પણ એટલાજ પ્રભાવક છે. શ્રી શંખેશ્વર તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વનો છે. આજે આ તીર્થ જાગૃત તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. અને ભાવભરી. ભક્તિથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા-સ્તુતિ કરે છે. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં છે. પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલય આવેલું છે. વિક્રમ સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના દિવસે આ મહાપ્રાસાદના પ્રેરક પ.પૂ. પ્રશાંતમૂર્તિ, તપાગચ્છ સૂર્ય, ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે. | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – જિનાલયની ફરતી ભમતીમાં એંસીમી દેવકુલિકામાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને કથાઈ શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ ૨૮૩

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324