________________
વિશેષ જાણકારી ખંભાતની ઐતિહાસિકતા પર દષ્ટિપાત કરતાં અનેક યાદગાર પ્રસંગો ખંભાતની જાહોજલાલીનો પરિચય આપી જાય છે. માણે કચોકમાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથનું ગૃહમંદિર આવેલું છે. પ્રતિમાજી પંચધાતુના નાનકડા પણ મનોહર છે.
આ પ્રતિમાજી પર વિક્રમ સંવત ૧૬૮૧નો લેખ ઉત્કીર્ણ છે. લેખમાં આ પ્રભુજીનું શ્રી રત્ન પાર્શ્વનાથનું નામ સૂચિત થયેલું છે. વિક્રમ સંવત ૨૦૦૧ ના માગશર વદ ૧૦ને શનિવારે આચાર્ય ભગવંત પૂ. શ્રી નેમિસૂરિશ્વરજી મહારાજના હસ્તે આ ગૃહમંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. પંદરમા સૈકામાં થયેલા શ્રી જિનતિલકસૂરિજીએ “ખંભાત ચૈત્ય પરિપાટી” ની રચના કરેલી છે. ખંભાતમાં ૩૬ જિનાલયો હોવાનું તેમણે નોંધ્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અહીં દીક્ષા ગ્રહણ કરી હતી.
શ્રી પાર્શ્વ-સ્તવના પથ્થર સમા તુજ ભક્તોને તું રત્ન સમ બનાવતો, ભક્ત-મોહ વિષ નિવારવા તું ચિંતામણિને ધરાવતો, ખંભાતના રાજા તું કર્મની ડંફાસને ના ચલાવતો, રત્નચિંતામણિ” ચરણમાં તન મન ધન અર્પણ સદા.
પ્રભુજીની પ્રતિમા નાની હોવા છતાં એમના પ્રભાવ ઘણા મોટા છે. પંચધાતુની પ્રતિમા છે.
ૐ નમો પાર્શ્વપ્રભુ પદક જે, વિશ્વ ચિંતામણિ રત્ન રે, ૐ હ્ર ધરણેન્દ્ર પદ્માવતી વૈરોટયા કરો મુજ યત્ન રે....(૧) અબ મોહે શાંતિ તુષ્ટિ મહા પુષ્ટિ ધૃતિ કીર્તિ વિધાયિરે, ૐ હૂ અક્ષર શબ્દથી, આધિ વ્યાધિ સવિ જાય રે....(૨)
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૧