________________
સૌએ વસ્ત્રો બદલાવ્યા. અને ભોજનશાળામાં જઈને ભોજન કરી આવ્યા. ભોજન અતિ સ્વાદિષ્ટ અને સાત્વિક હતું. સૌએ ભરપેટ ભોજન કર્યું.
ભોજન પૂર્ણ કરીને ફરી રૂમ પર આવ્યા. ત્યારે ભાવનાએ કહ્યું : ‘પિતાજી, અહીં આવ્યા પછી મને એક વિચાર આવ્યો છે. જો અનુકૂળ લાગે તો સ્વીકા૨વા જેવો છે.’
‘શું...?’ સોમચંદભાઈએ પૂછયું.
‘આપણી નાનકડી દુકાનમાં ઝેરોક્ષ મશીન, એસી.ટીડી. પી.સી.ઓ. મૂકીએ તો ?’ ભાવના બોલી.
સોમચંદભાઈ કહે : ‘વહુ, મને પણ આ વિચાર અહી આવીને જ સ્ફૂર્યો હતો. તારી વાત સાચી છે. આપણે એ જ ધંધો શરૂ કરીએ. મુખ્ય બજા૨માં ઝેરોક્ષ અને એસ.ટી.ડી. બન્ને ચાલશે...’
‘બાપુજી, આપની વાત સાચી છે. એમાં વધારે મુડી રોકાણની જરૂર નહિ પડે. કરિયાણાનો બધો માલ વેંચી દઈશું તો સ્હેજે ૭૦ હજાર જેવી ૨કમ હાથમાં આવશે... હા..એમજ કરીએ...’
એમજ થયું.
લલિતે વીરમગામ આવીને વેપાર પરિવર્તનની કામગીરી ઉપાડી લીધી. તેણે કરિયાણાનો બધો માલ વેંચી નાખ્યો. તેમાં ૮૦ હજાર રૂપિયા મળ્યા. તેમાંથી દુકાનના રંગરોગાન, એસ.ટી.ડી પી.સી.ઓ. ની કેબીન તથા ઝેરોક્ષ મશીન વગેરેની ખરીદી કરી. બધું ગોઠવાઈ ગયું. અને શુભ દિવસે ઉદ્ઘાટન કર્યું.
અને પંદર દિવસમાં ઝેરોક્ષ અને એસ.ટી.ડી. બન્ને ચાલવા લાગ્યા. વચ્ચે એકવાર સોમચંદભાઈનો પરિવાર શંખેશ્વર પણ દર્શનાર્થે જઈ આવ્યો.
૨૭૮
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ