________________
STARIG
મુંબઈમાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
મુંબઈમાં મુલુન્ડ (વેસ્ટ) ખાતે શાસન સમ્રાટ નગર (પોરબંદરવાળા કોમ્પ્લેક્ષ) અમૃત એનેક્ષ, તાંબેનગર, એસ.એન. રોડ પર શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ આવેલું છે. શ્રી શાસનસમ્રાટ (નેમિસૂરિ) શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ આ જિનાલયનો વહીવટ કરે છે. સંવત ૨૦૫૪ની સાલમાં સાલમાં આ.ભ. પૂ. ચંદ્રોદય સૂરિશ્વરજી મહારાજ તથા આ.ભ.પૂ. શ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ. તેમજ આ.ભ. પૂ.શ્રી સોમચંદ્રસૂરિશ્વરજી મ. ના આશીર્વાદથી અત્રે અમીઝરા આદિનાથ તથા ભોંયરામાં મૂળનાયક રૂપે શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન થાય છે.
શ્રી સંઘની પ્રચંડ પુણ્યાઈથી તથા ગુરૂ ભગવંતોની પાવન પ્રેરણાથી ખોજા જ્ઞાતિના વડીલ શ્રી અકબરભાઈ પોરબંદરવાળાએ લગભગ સાંઈઠ લાખની જમીન એક રૂપિયો લીધા વિના શ્રી સંઘને અર્પણ કરી હતી. આ પ્રતિમાજી ભરવાનો તથા પ્રતિષ્ઠા કરવાનો દિવ્ય લાભ ભદ્રાવળવાળા પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ પરિવારે લીધો હતો. આ ઉપરાંત તેઓએ જિનાલયમાં આદિનાથ પ્રભુ, પુંડરિક સ્વામી, રાયણ પગલા વગેરેની પ્રતિષ્ઠાનો લાભ પણ લીધો હતો. તેમજ પોષ દશમીના કાયમી અઠ્ઠમ તપના મુખ્ય દાતા તરીકે લાભ લીધો છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યાવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૫૮