________________
હોય છે. તમે અહીં સહી કરો...' ટપાલી બોલ્યો.
રીખવચંદે ટપાલીએ કહ્યું તે રીતે સહી કરી. ટપાલી ચાલ્યો ગયો. રીખવચંદે ટપાલ ખોલીતો તેની પોલીસી પંદર વર્ષ પહેલાં મૂકી હતી તે પાકી ગઈ હતી. આ વાત તેને યાદ જ નહોતી. તેણે જોયું કે પચ્ચીસ લાખ રૂપિયા મળવાને પાત્ર થતા હતા. રીખવચંદ અને પ્રતિભાના ચહેરા પર આનંદ છવાઈ ગયો. શ્રી આનંદા પાર્શ્વનાથ અને ગુરૂદેવનું સ્મરણ કરીને વંદન કર્યા.
રીખવચંદ અને પ્રતિભા ગુરૂદેવને વંદન કરવા ગયા. અને બધી વાત કરી. ગુરૂદેવ હસી પડ્યા : “ભાઈ, હવે ચિંતા કરીશ નહિ... બધું ગોઠવાઈ જશે.”
એ જ દિવસે રીખવચંદે પોલીસનો ચેક પોતાના ખાતામાં જમા કરાવ્યો. તેમાંથી તેણે નાનકડો ફલેટ અને એક ઓફિસ લઈ લીધી. તોય પાંચ લાખ રૂપિયા બચ્યા હતા. રીખવચંદ ફરીને શેરબજારમાં આવી ગયો અને નાના પાયે ધંધો શરૂ કર્યો. માત્ર બે વર્ષમાં પોતાનો જૂનો બંગલો ખરીદી લીધો. ગાડી લઈ લીધી. અને પહેલાંથી પણ સારી પરિસ્થિતિ થઈ ગઈ. | બન્ને પતિ-પત્ની દર પુનમે શંખેશ્વર જવાનું ચૂકતા નહોતા તેમજ શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવાનું ચૂકતા નહોતા. હવે તો તેઓ ધર્મકાર્યમાં પણ માતબર રકમ વાપરતાં હતા. તેમણે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં પણ મોટી રકમ ધર્મકાર્ય માટે આપી હતી. એટલું જ નહિ બન્ને પેલા ગુરૂદેવને પણ ભૂલ્યા નહોતા. તેમના આશીર્વાદથી જ ફરીને સુખના દિવસો શરૂ થયા હતા. તેઓ ગુરૂદેવ કહે ત્યાં રકમ વાપરવા સદાય તત્પર રહેવા માંડ્યા. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી જીવનમાં આનંદ-મંગલના સૂર રેલાયા વિના રહેતા નથી.
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૩૦