________________
Stop
Dicles
વિક્રમ સંવત ૧૩૧૭માં અહીંના શ્રી વાસુપૂજ્ય જિનાલય ઉપર સુવર્ણદંડ અને સુવર્ણ કળશ ખરતરગચ્છીય શ્રી જિનેશ્વરસૂરીજી મ. ની પાવન નિશ્રામાં ચડાવવામાં આવ્યા હતા.
ખરતરગચ્છના આચાર્ય ભગવંત શ્રી જિનપ્રબોધસૂરીજી મહારાજ વિક્રમ સંવત ૧૩૩૭માં પધાર્યાનો ઉલ્લેખ છે. પાટણના મહારાજા રત્નાદિત્ય ચાવડાએ અહીં ‘કુંડ’ કરાવ્યો હતો તથા રાજ-રાજેશ્વર કુમારપાળ મહારાજાએ અહીં કિલ્લો બંધાવ્યો હતો.
આગમગચ્છીય આચાર્ય ભગવંત શ્રી અમરરત્નસૂરીજી મહારાજ તથા આ.ભગવંત શ્રી સોમરત્નસૂરીજી મહારાજના પાવન ઉપદેશથી વિક્રમ સંવત ૧૫૩૭માં અહીં ચતર્વિશતિ પદ બન્યો હતો.
સોળમા સૈકામાં આચાર્ય ભગવંત શ્રી સૌભાગ્ય હર્ષસૂરીજી મહારાજ તથા શ્રી સોમવિમલ ગણિ અહીં પધાર્યા હતા. પાછળથી ગણિ સોમવિમલ વિજયજી મહારાજ જૈન શાસનના પ્રભાવક આચાર્ય બન્યા હતા.
ભવ્ય ભૂતકાળના સંભારણા સાથે આ પ્રાચીન નગર વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ પ્રભુના નૂતન તીર્થનું નિર્માણ થયું છે.
પૂર્વકાળમાં નેપાળમાં પ્રાચીનતમ શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ, શ્રી વિષહર પાર્શ્વનાથ તથા શ્રી મંત્રાધિરાજ પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવક તીર્થો વિદ્યમાન હતા. આજે આ તીર્થો વિચ્છેદ પામેલા જણાય છે.
કેટલાક વર્ષો પહેલાં આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરીજી મહારાજને આ તીર્થનું નિર્માણ કરવાની દૈવી પ્રેરણા મળી અને તેમણે આ કાર્યને વેગવંતું બનાવવા ઉપદેશ કર્યો. અને વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ પ્રભુનું એક નૂતન તીર્થ અસ્તિત્વમાં આવ્યું.
વિક્રમ સંવત ૨૦૩૭ના વૈશાખ વદ ૩ ના દિવસે આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. તથા આ. ભગવંત શ્રી સુબોધસાગરસૂરીજી મ. આદિની પાવન નિશ્રામાં આ તીર્થનો અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ જિનાલયનો રંગમંડપ અને બહા૨નો નૃત્યમંડપ અત્યંત દર્શનીય છે.
૨૫૪
શ્રી સ્ફુલિંગજી પાર્શ્વનાથ