________________
શ્રી સ્કૂલિંગજી પાર્શ્વનાથ
મહેસાણા જીલ્લાના વીજાપુરમાં શ્રી સ્ફલિંગજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. વીજાપુર રેલ્વે સ્ટેશન છે. રોડ અને રેલ્વે માર્ગથી અહીં આવી શકાય છે. અહીં ૧૨ ભવ્ય જિનાલયો છે. ઉપાશ્રય, પાઠશાળા, જ્ઞાનભંડાર, ધર્મશાળા, ભોજનશાળા વગેરેની સગવડો છે. મહેસાણા, મહુડી, આગલોડ વગેરે તીર્થો નજીકમાં છે.
પૂર્વે શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથનું તીર્થ નેપાળમાં વિદ્યમાન હતું. અત્યારે વીજાપુર ગામમાં આ તીર્થ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં છોતેરમી દેવકુલિકામાં શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
વીજાપુરમાં શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ પરમાત્માનું ભવ્ય ખિરબંધી જિનાલય સ્ટેશન રોડ પર આવેલ છે. શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્વેતવર્ણ, નવફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૫૫ ઈંચ અને પહોળાઈ ૪૭ ઈંચ છે. આ જિનબિંબ અર્વાચીન હોવા છતાં દર્શનીય છે. | વીજાપુર ગામ પ્રાચીન અને ઐતિહાસિક હોવાના સંખ્યાબંધ પ્રમાણો ઉપલબ્ધ છે. આહડદેવે પોતાના પિતા વિજયદેવની સ્મૃતિમાં વિક્રમ સંવત ૧૨૫૬માં આ નગર વસાવ્યું હતું. વિક્રમ સંવત ૧૫૭૧માં લખાયેલા કેટલાક ગ્રંથોના આધારે આભૂ પોરવાડના વંશજ શ્રેષ્ઠી પેથડે વિજા વિજલદેવની મદદથી આ નગર વસાવ્યું હતું. એક ભવ્ય જિનાલયની રચના કરી હતી. અને તેમાં સુવર્ણની જિન પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાયા હતા.
| મહામંત્રી વસ્તુપાળ - તેજપાળે વિક્રમ સંવત ૧૨૮૦માં અહીંના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તેરમા ચૌદમા સૈકાના અનેક ગ્રંથોના સર્જનની ભૂમિ બની હોવાના ઉલ્લેખ છે.
ચૌદમા સૈકાના પ્રારંભમાં આચાર્ય ભગવંત શ્રી વિદ્યાનંદસૂરીજીએ અહીં સરસ્વતી દેવીની મૂર્તિની સ્થાપના કરી હતી. અને ‘વિદ્યાનંદ વ્યાકરણ'ની રચના કરી હતી.
શ્રી સ્કુલિંગજી પાર્શ્વનાથ
૨૫૩