________________
શ્રી મહિમા પાર્શ્વનાથ પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જીલ્લાના જિયાગંજ સ્ટેશનથી ચાર કિલોમીટરના અંતરે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. ગામનું નામ મહિમાપુર હોવાના કારણે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુ તરીકે આ પાર્શ્વનાથ ઓળખાય છે.
- પશ્ચિમ બંગાળના પંચતીર્થનું આ મુખ્ય સ્થાન છે. કોઈ એક સમયે આ સ્થળ મુર્શિદાબાદનું એક અંગ હતું. વિક્રમની ૧૮મી સદીના પ્રારંભમાં મુર્શિદકુલીખાને આ મુર્શિદાબાદ વસાવ્યું હતું. ત્યાર પછી તેમના જમાઈ શુજાખાને રાજ્ય કર્યું.
મારવાડથી અહીં આવેલા શ્રેષ્ઠી શ્રી મહતાબરાયજી અને તેમના પૂર્વજોએ જનકલ્યાણના અનેક કાર્યો કર્યા. એટલે વિક્રમ સંવત ૧૮૦૫માં શ્રેષ્ઠી શ્રી મહતાબરાયજીને જગતશેઠની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
જગતશેઠે વિદેશી કસોટીના પાષાણથી ગંગાનદીના કિનારે ભવ્ય મંદિર નિર્માણ કર્યું હતું. નદીમાં પુર આવવાથી, મંદિરને બીજી જગ્યાએ લઈ ગયા અને તે જ પાષાણથી વિક્રમ સંવત ૧૯૭૫માં તેમના વંશ જ શ્રી સૌભાગ્યમલજી દ્વારા મંદિરનું નિર્માણ કરાવી ત્યાં પ્રાચીન પ્રતિમા આ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવી.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ભરતી ભમતીમાં અઠયોતેરમી દેવકુલિકામાં શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમાજી બિરાજમાન છે.
પશ્ચિમ બંગાળમાં જિયાગંજ તીર્થ આવેલું છે. જિયાગંજ ગામે સવાલ પટ્ટીમાં, મંદિરની નિર્માણ શૈલી તથા પ્રભુ પ્રતિમાજી કલા દર્શનીય છે. અહીં બીજા ત્રણ મંદિરો છે. અહીંના શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના મંદિરમાં અંક્તિ ચિત્રો પ્રાચીન કલાના દર્શન કરાવે છે. અજિમગંજ જવા માટે અહીં રહેવું અને અહીંથી જવું સગવડભર્યું છે. જિયાગંજ રેલ્વે સ્ટેશન ૨ કિ.મી. છે. અહીંથી મહિમા પુર તથા કઠગોલા પણ જવાય છે. ધર્મશાળા - ભોજનશાળાની સગવડ
શ્રી મહિમા પાર્શ્વનાથ
૨૬૬