________________
લાગ્યા...અને નાના-મોટા કામ મળવા લ
લાગ્યા. ધીરેધીરે તેમની મહેનત રંગ
લાવવા લાગી.
જે કંપનીએ પાંચ લાખનો ઓર્ડર આપ્યો હતો તેનો એક દિવસ ફોન આવ્યો કે મળી જાઓ...
SKYL
રવિચંદભાઈ બીજે દિવસે મળવા ગયા અને કંપનીના પરચેઝ ઓફિસરે પચાસ લાખનો ઓર્ડર આપ્યો. અને આઠ દિવસમાં માલની ડિલેવરી કરી દેવા જણાવ્યું. રવિચંદભાઈએ ખૂબજ વિનંતીપૂર્વક પચાસ ટકા એડવાન્સ રકમ માંગી. તો તરત જ તેમની વિનંતીનો સ્વીકાર થયો.
આમ આઠ દિવસમાં રવિચંદભાઈએ તે કંપનીને પચાસ લાખનો ઓર્ડર સપ્લાય કરી દીધો. કંપનીએ બીજો પચ્ચીસ લાખનો ચેક પણ આપી દીધો.
રવિચંદભાઈએ તરત જ પાર્લામાં રહેતા તેમના સસરાના ફલેટની બાજુમાં એક ફલેટ વેંચાતો લઈ લીધો. તેમણે નોકરી છોડી દીધી. ઓફિસ લેવાની બાકી હતી તે માટે તેઓ તેના વેંતમાં જ હતા.
એક દિવસ તેમને પ્રિન્સેસ સ્ટ્રીટમાંજ એક નાનકડી ઓફિસ ભાડે મળી ગઈ. તેમણે ત્યાં ફરનીચર કરીને અફલાતુન ઓફિસ બનાવી. તે દરમ્યાન તેઓ પાટણ ત્રણ વાર જઈ આવ્યા હતા અને ત્રણેય વાર શંખેશ્વર જઈને શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરી આવ્યા હતા.
વેકેશનમાં રવિચંદભાઈએ પાટણનું ઘર બંધ કર્યું અને પત્ની તથા બાળકોને મુંબઈ લઈ આવ્યા ત્યાંની શાળામાં બાળકોના પ્રવેશ મેળવી લીધા. પંદર દિવસમાં ઘર ગોઠવાઈ ગયું.
રવિચંદભાઈનો વ્યવસાય સરસ ચાલવા લાગ્યો. તેઓ જ્યારે શંખેશ્વર જતાં ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં માતબર રકમ લખાવતા. તેઓ માનતા હતા કે આ જે કંઈ છે તે શ્રી મહિમા પાર્શ્વનાથ પ્રભુની કૃપાનું જ ફળ છે.
૨૭૧
શ્રી મહિમા પાર્શ્વનાથ