________________
પડ્યો. ચારે તરફ જળબંબાકાર થઈ ગયું છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન તૂટ્યું નહિ. જળનો પ્રવાહ પ્રથમ તેમના કાંડા સુધી આવ્યો પછી ઢીંચણ સુધી આવ્યો અને છેવટે કમ્મરને પણ ડૂબાડી દીધી, છતાંય મહાધીર તો ધ્યાનમાં જ મગ્ન રહ્યાં. | કુદરત જાણે પ્રભુની કસોટી કરવા ન મથતી હોય તેમ જણાતું હતું.
અને...જળનો પ્રવાહ શ્રી પાર્શ્વ પ્રભુના કંઠ સુધી આવી પહોંચ્યો. પરંતુ મેરુ ડગે તો એ ડગે. શ્રી પાર્શ્વ પ્રભુ પોતાના સ્થાનેથી અને ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ કે ખસ્યા નહિ.
ઓહ...! શું એમની અડગતા ! શું તેમની અપૂર્વ સાધના...!
અને જળરાશિએ એમનું છેલ્લું પારખું કરી લીધું. નાકના અગ્રભાગને જળનો પ્રવાહ આંબી ગયો પરંતુ એ મહામુનિનું મૌન તૂટ્યું નહિ. એમની યોગસાધના અખંડ રહી.
આ સમયે અવધિજ્ઞાનથી ધરણેન્દ્રના જાણવામાં આવ્યું કે અરે...! પેલો તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરી રહ્યો છે...'
અને તત્કાળ પોતાની મહિલાઓ સાથે નાગરાજ ધરણેન્દ્ર વેગથી પ્રભુ પાસે આવ્યો.
ધરણેન્દ્રએ તરત જ પ્રભુને વંદન કરીને પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલાં લાંબા વાળવાવાળું એક સુવર્ણકમળ વિકવ્યું પછી નાગરાજે પોતાની કાયાથી પ્રભુના પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણા વડે પ્રભુને માથે છત્ર ધર્યું (અહિચ્છત્રા).
જળની ઊંચાઈ જેવડા લાંબા નાળાવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સ્થિર રહેલા પ્રભુ રાજહંસ જેવા દેખાવા લાગ્યા. ધરણેન્દ્રની સ્ત્રીઓ પ્રભુની સમક્ષ ગીત-નૃત્ય કરવા લાગી.
આ સમયે ધ્યાનમાં રહેલા પ્રભુના અંતરમાં સમતાભાવ રમતો હતો. પ્રભુએ નાગાધિરાજ ધરણેન્દ્ર તથા અસુર મેઘમાળી ઉપર સમાન ભાવ કેળવ્યો હતો. ન
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૧