________________
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાં રામાનગર ખાતે શ્રી અહિછત્રા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. શ્રી અહિચ્છત્રા તીર્થ લગભગ ૨૮૦૦ વર્ષ પ્રાચીન છે.
આ તીર્થની પ્રાચીનતા અને લોકપ્રિયતાને પ્રગટ કરવા શ્રી આચારાંગસૂત્ર, શ્રી કલ્પસૂત્ર, શ્રી ત્રિપદ્ધિ શલાકા ચરિત્ર, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આદિમાં આ તીર્થનો ઉલ્લેખ છે.
શ્રી વીર વિજયજી મહારાજે પોતાની રચેલ શ્રી પાર્શ્વનાથ પંચ કલ્યાણ પૂજામાં લખ્યું છે કે “ત્રણ દિવસ ફણા છત્ર ધરાવે, અહિછત્રા નગરીને વસાવે...દશ દશ ભાવોના વેરી કમઠ તાપસના જીવે, મેઘમાળી દેવ બનીને, ભીષણ જળ વૃષ્ટિ દ્વારા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ઉપર ભયંકર ઉપસર્ગ કર્યા. પ્રભુ ધ્યાનમાં લીન રહ્યાં. પ્રભુ ઉપર આવેલ ઉપસર્ગના નિવારણ માટે શ્રી ધરણેન્દ્ર દેવ તથા દેવી શ્રી પદ્માવતી પ્રભુના મસ્તક ઉપર ફણાનું છત્ર ફેલાવીને સતત ત્રણ દિવસ સુધી ત્યાં રહીને ઉપસર્ગનું નિવારણ કર્યું.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણ સ્પર્શના તથા ઉપસર્ગના નિવારણના કારણે આ પુણ્યભૂમિ તીર્થરૂપે વિખ્યાત બની તથા હાલ આચાર્ય ભગવંત શ્રી પદ્મચંદ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી નૂતન જિનાલય નિર્માણાધીન છે.
વિશેષ જાણકારી.
કુરૂજાંગલ દેશમાં અહિચ્છત્રા નામે નગર આવેલું હતું. તેની પાર્શ્વતીર્થ તરીકે ભારે ખ્યાતિ હતી. એમ કહેવાય છે કે મેઘમાળીએ પાર્શ્વનાથ ભગવાનને જે સ્થાને ઉપસર્ગ કર્યો હતો અને જ્યાં ધરણેન્દ્ર નાગરાજે આવીને તેમના માથે છત્ર ધર્યું હતું, તે સ્થાન અહિચ્છત્રા નામે પ્રસિધ્ધ થયું. અને ત્યાં જે નગરી વસી તે અહિચ્છત્રા નામે ઓળખાવા લાગી. પુરાતત્વવિદોના અભિપ્રાય મુજબ
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૫૯