________________
ઉત્તરપ્રદેશના બરેલી જીલ્લામાં આવેલા એઓનાલા ગામથી ઉત્તરમાં ૮ માઈલ દૂર રામાનગર શહે૨ છે. ત્યાંથી દક્ષિણમાં સાડાત્રણ માઈલના ઘેરાવામાં જે ખંડેરો પડેલા છે, તે જ પ્રાચીનકાળની અહિચ્છત્રા નગરી છે.
અહીંથી થોડે દુર કટારીખેડા નામની જગ્યા છે. ત્યાંથી કેટલીક જૈન મૂર્તિઓ અને સ્તૂપો મળી આવ્યા છે. ત્યાં આજે ઈંટનું બનાવેલું એક નાનું જૈન મંદિર છે. પરંતુ જૈન સંઘે આ સ્થાનનું ઐતિહાસિક મહત્વ જાણીને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ, ધર્મશાળા, ભોજનશાળા વગેરે થવું જોઈએ. (હાલમાં જિનાલયના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.)
(૨) યુગાધિદેવ શ્રી આદિનાથ ભગવાન પછીના તીર્થંકરોની અહિચ્છત્રા નગરી વિહારભૂમિ રહી છે. તથા અગિયાર રાજાઓની આ અધિકાર ભૂમિ છે. સંકટ હરનારા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ તપોભૂમિ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને કમઠ દ્વારા ઉપસર્ગ થતી વખતે શ્રી ધરણેન્દ્રદેવ અને શ્રી પદ્માવતી દેવી દ્વારા અહીં ફેણમંડપની રચના થઈ હોવાને કારણે આ નગરીનું નામ અહિચ્છત્ર પડ્યું હોવાની ધારણા છે. નજીકનું સ્ટેશન ઓવલા ૧૩ કિ.મી. રામનગર કિલ્લા નજીક આવેલું આ સ્થળ બરેલી જીલ્લાના ઓવલા - શાહબાદ સડક માર્ગ ઉપર છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે.
પ્રસંગ કથા fsterone
એક દિવસ શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિચરણ કરતાં કરતાં કોઈ તાપસના આશ્રમ પાસે આવી પહોંચ્યા.
તે વખતે સાયંકાળ થઈ ગયો હતો, એટલે તેઓ નજીકના એક કૂવાની પાસે વડના વૃક્ષની નીચે ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા લાગ્યા. એ રાત્રીએ એમને અનેક જાતના ઉપદ્રવો થયા, પરંતુ મહાસત્વાળી અને દૃઢ પ્રતિજ્ઞ હોવાથી તેઓ એનાથી જરાપણ ચલિત થયા નહિ. અધુરામાં એ રાત્રીએ મૂશળધાર વરસાદ તૂટી
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૬૦