________________
થોડીવાર રહીને બન્ને પતિ-પત્ની પોતાના સ્થાને આવ્યા. પોતાની રૂમ પર આવ્યા પછી બન્નેએ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શ્રી આનંદા પાર્શ્વનાથની માળા ગુરૂદેવના કહેવા અનુસાર શરૂ કરી દીધી. રોજની અગિરાય માળા ગણવા માટે જણાવેલું બન્નેએ શ્રધ્ધા સાથે જાપ કર્યા.
એ સાંજે જ બન્નેએ નક્કી કર્યું કે આવતી કાલથી અઠ્ઠમ તપનો આરંભ કરવો. બન્નેએ અઠ્ઠમ તપ કર્યો. ત્રણ દિવસ સુધી ગુરૂદેવ પાસે જઈને પચ્ચખાણ લઈ આવતાં હતા. ચોથે દિવસે બન્ને શંખેશ્વર ગયા. ત્યાં સવારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીને તેમજ ખાસ શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કરીને પછી ભોજનશાળામાં આવીને પારણું કર્યું.
રીખવચંદ અને પ્રતિભાએ પારણું કરી લીધા પછી પાછા ધર્મશાળામાં આવ્યા. બન્નેએ સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા. પૂજાના વસ્ત્રો પેઢીમાંથી મેળવ્યા હતા. બન્નેએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરી. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અને સેવા પૂજા કરી. ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી આવ્યા. પછી ધર્મશાળામાં આવ્યા. એ
બપોરે ભોજનશાળામાં થોડું ઘણું વાપરીને બપોરની બસમાં અમદાવાદ જવા નીકળી ગયા. સાંજે અમદાવાદ પહોંચી ગયા. રાતે ગુરૂદેવના દર્શન કરી આવ્યા અને બધી વાત કરી.
બીજે દિવસે ઝુપડપટ્ટીમાં રીખવચંદનું સરનામું શોધતો ટપાલી આવી ચડ્યો. નસીબજોગે ટપાલી આવ્યો ત્યારે રીખવચંદ ઘેર જ હતો.
1 ટપાલી બોલ્યો : “ભાઈ, તમારું સરનામું શોધતાં નાકે દમ આવી ગયો. માંડ માંડ તમારો પત્તો લાગ્યો...”
‘પણ મને તો કોઈ ટપાલ લખનારૂં છે નહિ. છેલ્લા દસ વર્ષમાં કોઈની ટપાલ આવી નથી...”
રીખવચંદ જૈન તો તમે જ ને .. !'
હા...' ‘તમારા નામનું રજીસ્ટર એ.ડી. છે. આ ટપાલ તમને હાથોહાથ આપવાની
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૯