________________
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો અને પુસ્તિકાઓમાંથી ઉદ્દધૃત કરેલી માહિતી આપવામાં આવી છે.
(૧) રાજસ્થાનના સિરોહી જીલ્લાના પિંડવાડા તાલુકામાં આવેલ કાછોલી ગામમાં શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. આ તીર્થ કાછોલી તીર્થ તરીકે જાણીતું છે. આ તીર્થ સાડા છસો વર્ષ પૂર્વેનું હોવાનું મનાય છે. સર્પગંજથી ૫ કિ.મી. અને ઉડાવારિયા ગામથી ૧.૫ કિ.મી. ના અંતરે છે.
(૨) મંદિરમાં ઉપલબ્ધ શિલાલેખોથી પ્રતીત થાય છે કે આનું પ્રાચીન નામ કચ્છલિકા હતું. મૂળનાયક ભગવાનના પરિકરની ગાદી પર વિક્રમ સંવત ૧૩૪૩ નો લેખ ઉત્કીર્ણ છે. આ તીર્થ એથી યે પહેલાંનું માનવામાં આવે છે.
કાછોલીવાલ કચ્છનું ઉત્પત્તિ સ્થાન આ જ છે. એક સમયે આ નગર જાહોજલાલીથી પૂર્ણ હતું. અને સાધન સંપન્ન શ્રાવકોના હજારો કુટુંબો અહીં વસતા હતા. દર વર્ષે માગસર સુદ દસમે ધ્વજા ચઢાવવામાં આવે છે. પ્રભુ પ્રતિમાજી, ઘણા જ સૌમ્ય, શાંત અને પ્રભાવશાળી છે. જિનાલયનું નિર્માણ ઘણું જ સુંદર રીતે થયું છે. નજીકનું રેલ્વે સ્ટેશન સર્પગંજ પાંચ કિ.મી. દૂર છે.
(૩) આચાર્ય ભગવંતો અને મુનિરાજોએ આ તીર્થનો મહિમા પોતાની રચનાઓમાં કર્યો છે.
રાવ કચ્છ-વાસી બસાયા, નામ કાછોલી પડા | કચ્છલિકા પાર્શ્વ સે હી, તીર્થ યે સુંદર ખડા | ગર ઉગારોને પ્રભુ, ઉપકાર તો હોગા બડા | ઐસે “શ્રી કચ્છલિકા પાર્થ' કો મૈં, ભાવસે કરું વંદના |
શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ
, ૨૪૭