________________
શ્રી સુલતાન પાર્શ્વનાથ ઉત્તર ગુજરાતમાં પાટણથી નજીક સિધ્ધપુરમાં શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. સિધ્ધપુરમાં જ આ એક માત્ર મુખ્ય તીર્થ છે. અહીં ધર્મશાળા, બે દેરાસર, અને ત્રણ ઉપાશ્રયો આવેલા છે. અહીંથી ૧૩ કિ.મી.ના અંતરે મેત્રાણા તીર્થ આવેલ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં છાસઠમી દેવકુલિકામાં શ્રી સુલતાનજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
સિધ્ધપુરના અલવાના ચકલે શ્રી મહાવીર સ્વામીના શિખરબંધી જિનાલયના ઉપરના એક ગભારામાં મૂળનાયક રૂપે શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે. આ પ્રતિમાજી શ્વેત વર્ણની, પાષાણની, પદ્માસનસ્થ અને ફણારહિત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૨૫ ઈંચની છે. પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના સમયની છે. - સોળમા-સત્તરમાં સૈકામાં સિધ્ધપુરના જૈનોની જાહોજલાલી અપૂર્વ હતી. તેનો ઈતિહાસ સંવત ૧૬૪૧માં જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરીજીના શિષ્ય શ્રી કુશલવર્ધન ગણિની ‘સિધ્ધપુર ચૈત્ય પરિપાટી' રચનામાં જોવા મળે છે. તે સમયે અહીં પાંચ જિનાલયો હતા. તે જિનપ્રાસાદોમાં ક્રમશઃ શ્રી નેમિનાથ પ્રભુ, શ્યામવર્ણા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ, શ્રી મહાવીર સ્વામી પ્રભુ, શ્રી ચંદ્રપ્રભસ્વામી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. જયારે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય ૨૪ દેવકુલિકાઓથી અલંકૃત હતું. સમય જતાં મુસ્લિમ આક્રમણોના કારણે ધર્મસ્થાનો ભયમાં મૂકાયા હતા.
શ્રી સુલતાન પાર્શ્વનાથ નામ શી રીતે પડ્યું તે અંગેની કથા આ પ્રમાણે જાણવા મળે છે. તે અનુસાર એકવાર મુસ્લિમ બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી પોતાના સૈન્ય સાથે સિધ્ધપુરમાં અહીંના જિનાલયમાં બિરાજમાન પાર્શ્વનાથની પ્રતિમાજીનો ધ્વંસ કરવા આવ્યો હતો, ત્યારે જિનાલયમાં પ્રભુની ભક્તિ કરતાં ભોજકોએ બાદશાહને તેમ ન કરવા જણાવ્યું. અને કહ્યું કે આ તો સાક્ષાત
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૨