________________
પરમકૃપાળુ પરમેશ્વર છે. પથ્થર નથી ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીએ તેનું પ્રમાણ માંગ્યું.
ત્યારે ભોજકોએ તરતજ દીપકરાગ અનેરી શ્રધ્ધા સાથે ગાયો. રાગના પ્રભાવથી અને પ્રભુની અમીદષ્ટિથી ત્યાં રહેલાં ૯૯દીપકો સ્વયં પ્રગટી ઊઠ્યા.
અલ્લાઉદ્દીનને આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં તો એક વિશાળ સર્ષ અલ્લાઉદ્દીનની સામે આવીને બેસી ગયો. આ પ્રભાવ જોઈને અલ્લાઉદ્દીન શરમિંદો બન્યો અને બોલી ઊઠ્યો : “આ દેવ બાદશાહોનો પણ બાદશાહ અર્થાત સુલતાન છે.” આટલું કહીને અલ્લાઉદ્દીન પોતાના લશ્કર સાથે ચાલ્યો ગયો. તે દિવસથી આ પાર્શ્વનાથ પ્રભુની આગળ “સુલતાન’ નું વિશેષણ કાયમી બન્યું. આગળ જણાવ્યા અનુસાર આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયના છે. આ પ્રતિમાજી પ્રથમ શ્રી મહાવીર સ્વામી પ્રભુના જિનાલયમાં નીચેના ગભારાના ગોખલામાં મૂળનાયક તરીકે બિરાજતી હતી. હાલ ઉપરના ગભારામાં મૂળનાયક રૂપે બિરાજે છે. આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાયો છે. આ તીર્થ અને પ્રભુ વિશેની પ્રાચીનતા આચાર્ય ભગવંતો, મુનિઓ તથા કવિઓએ જે તે કાળમાં દર્શાવી છે. અને અપૂર્વ મહિમા ગાયો છે.
વિશેષ જાણકારી અહીં વિવિધ ગ્રંથો, પુસ્તિકામાંથી ઉદ્ધત કરેલી માહિતી પ્રસ્તુત કરાઈ છે. શ્રી સિધ્ધપુર તીર્થમાં શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. આ પાર્શ્વનાથ ભગવાનના નામનિક્ષેપની ભીતરમાં પ્રવેશ કરતાં મુસ્લિમ બાદાહ અલ્લાઉદ્દીન ખીલજીની ધર્મધ્વંશ અઢળક પ્રવૃત્તિઓ દષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલ્લાઉદ્દીન ખીલજી આ મનોહર પ્રતિમાજીને તોડવા પણ ઉત્સુક બન્યો ત્યારે તે સમયે જિનમંદિરમાં ભક્તિ કરતાં ભોજકોએ બાદશાહને બે હાથ જોડી વિનંતી કરી. ‘તમારા શસ્ત્રનું લક્ષ આ પ્રતિમાજીને ન બનાવતાં આ કોઈ પથ્થર નથી. પણ સાક્ષાત પરમકૃપાળુ
શ્રી સુલતાન પાર્શ્વનાથ
૧૮૩