________________
શ્રી વિમલ પાર્શ્વનાથ ના વડોદરા જિલ્લાનાં છાણી ખાતે શ્રાવકના મહોલ્લામાં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય આવેલું છે. વડોદરાથી આઠ કિ.મી.ના અંતરે આ જિનાલય આવેલું છે. છાણીના અનેક જૈન પરિવારો માંથી અનેક ભાવિકોએ સંયમનો માર્ગ ગ્રહણ કર્યો છે. અને શાસનના પ્રભાવક આચાર્ય બન્યા છે. અહીં પ્રાચીન જ્ઞાનભંડાર અને ઉપાશ્રયો આવેલા છે. અહીં ચાર જિનાલયો છે. અહીંના જિનાલયોની યાત્રા કરવાલાયક છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં એકોતેરમી દેવકુલિકામાં પરમ વંદનીય શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
વડોદરાના છાણી વિસ્તારમાં શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેત પાષાણની, સપ્તફણાથી અલંકૃત અને પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૩ ઈંચ અને પહોળાઈ ૧૧ ઈંચની છે.
અહીં પૂર્વે લશ્કરની છાવણીનું મથક હતું. ‘છાવણી' પરથી છાણી નામ પ્રસિધ્ધ થયાનું મનાય છે. શ્રાવકના મહોલ્લામાં એક તરફ શ્રી વિમલ પાર્શ્વનાથ પ્રભુનું નાનકડું પરંતુ દર્શનીય જિનાલય છે. વિક્રમ સંવત ૧૮૯૩માં આ પ્રભુજીની પ્રતિષ્ઠા કરાઈ હતી. આ જિનાલયના બીજા ભાગમાં શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. આ પ્રતિમાજી ઘણા પ્રાચીન હોવા છતાં કોઈ પ્રાચીન રચનામાં તેમનો ઉલ્લેખ જોવા મળતો નથી.
| વિક્રમ સંવત ૧૬૫૫માં શ્રી પ્રેમવિજયજી મહારાજે ‘પાર્શ્વ જિન નામ માલા’ માં છાયાપુર પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે. તેથી છાયાપુર પાર્શ્વનાથ એ જ આ વિમલ પાર્શ્વનાથ હોવાનું સમજાય છે.
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૧૭