________________
શ્રી આનંદા પાર્શ્વનાથ બનાસકાંઠા (ગુજરાત)ના ઉંબરી ગામમાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુનુ પ્રાચીન અને મુખ્ય જિનાલય આવેલું છે. પાટણથી રાધનપુરના રસ્તે ઉંબરી ગામ આવેલું છે. પાટણ, ભીલડીયાજી, રાધનપુર વગેરે તીર્થો નજીકમાં પડે છે. શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્યતીર્થ છે. આ ઉપરાંત સાંતાક્રુઝ(મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બોંતેરમી દેવકુલિકામાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. - ઉંબરી ગામમાં ઘુમ્મટ બંધ જિનાલયમાં શ્વેત પાષાણના શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુજીની પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત્ત પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૧ ઈંચ (ફણા સહિત ૧૩ ઇંચ) તથા પહોળાઈ નવ ઇંચની છે.
- આ તીર્થ અંગે કોઈ પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. શ્રી આનંદા પાર્શ્વનાથજીની પ્રતિમા પ્રાચીન હોવાનું મનાય છે. અનેક પ્રાચીન રચનાઓમાં શ્રી પાર્શ્વ પ્રભુનો “આનંદા” કે “આણંદા' નામોલ્લેખ થયો છે.
વિક્રમ સંવત ૧૯૦૪ની સાલમાં ઉંબરી ગામમાં આ ઘુમ્મટબંધ જિનાલય રચીને પરમાત્માને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. વિક્રમ સંવત ૨૦૧૪માં જીર્ણોધ્ધાર થયો. આચાર્ય ભગવંત શ્રી જંબૂસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે આ જીર્ણોધ્ધાર થયેલા જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. મુનિભગવંતો તથા કવિઓની પ્રાચીન રચનાઓમાં “શ્રી આનંદા પાર્શ્વનાથ' નો ઉલ્લેખ થયો છે.
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૪