________________
તારે જે જોઈએ તે તને આપી દઉં.’
“પિતાજી, નાનો તો કરિયાણાની દુકાન ચલાવે છે તેથી તે દુકાન તેની. રાજેશ આ મકાન રાખે અને મને જમીન આપી દો... હું તે વેંચીને ગાંધીનગરમાં મકાન બનાવીશ.'
પ્રભુદાસભાઈ અને તેમના અન્ય બે પુત્રો પણ રાજેશની વાતમાં સહમત થઈ ગયા. બીજે દિવસે ખેતરના કાગળો. રાજેશના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા. પેલા બન્ને નાનાભાઈઓને સારું બનતું હતું એટલે તે બન્ને વચ્ચે કોઈ કલહ નહોતો. મોટાભાઈ રાજેશની પત્ની ઈર્ષાળુ અને જોરૂકી હતી તેણે રાજેશના કાન ભંભેર્યા હતા. આથી ભાગલા પાડવાની નોબત આવી હતી.
| પ્રભુદાસભાઈનું ખેતર રોડ પર આવેલું હતું. તેનું મૂલ્ય બે લાખ જેટલું ગણાતું હતું. રાજેશ બે ચાર દિવસ રહીને ગાંધીનગર ચાલ્યો ગયો. ચાર-છ મહિના એમને એમ પસાર થઈ ગયા. ત્યાં રાજેશને જાણ કરવામાં આવી કે હાઈવે મોટો કરવા માટે તમારી જમીનમાંથી પટ્ટો કાપવામાં આવનાર છે. રાજેશ તરત જ અધિકારીને મળવા ગયો અને કંઈક ઉકેલ લાવવા જણાવ્યું. અધિકારીએ જણાવ્યું કે આ તો સરકારનો નિર્ણય છે. અંતે જમીન કપાઈ. આમ બે લાખની જમીનનું મૂલ્ય પાંત્રીસ હજાર થઈ ગયું. રાજેશે પાંત્રીસ હજારમાં જમીન વેંચી નાખી. પ્રભુદાસભાઈએ જમીન વેંચવાની ના પાડી હતી પરંતુ પત્નીનો દોરવાયેલો રાજેશ એકનો બે ન થયો.
પ્રભુદાસભાઈ પુત્રની લાલસા અને વાતચીત કરવાના ઢંગથી ભારે આઘાત પામ્યા હતા ત્યારે તેઓ પોતાની પત્નીને લઈને શંખેશ્વર ગયા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર માં ઉતર્યા. ત્યાં શ્રી શંખલાપુર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી અને માનસિક સાતા અનુભવી. ત્યાં તેઓ આઠ દિવસ રોકાયા. પ્રભુદાસભાઈ અને તેમના પત્નીને શ્રી શંખલાપુર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા અને ભક્તિ હતી. આઠ દિવસ બાદ સ્વસ્થ થઈને પાછા સરધાર આવી ગયા.
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૮