________________
છે. કુંભોજગિરિ પર્વત નિરંજનગિરિ, ગાયરાનનો ડુંગર, દુર્ગાદેવીનો ડુંગર, બાહુબલિનો ડુંગર, નેજકુંભોજનો ડુંગરના નામથી પણ ઓળખાય છે. દક્ષિણના શત્રુંજય તરીકે આ તીર્થ હાલ પ્રસિધ્ધ પામ્યું છે. તે
જાણવા મળતી વિગતો મુજબ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુની અહીં સ્થાપના થઈ તે પહેલાં આજુબાજુનાં ગામોના જૈનોએ અહીં પંચધાતુની એક પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરી હતી. અને તેની યાત્રા કરવા યાત્રિકો આવતા-જતા રહેતા હતા. ધાતુની પ્રતિમાજી ૧૪મી સદીની હોવાનું મનાય છે. વર્ષો પછી શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયનું નિર્માણ થયેલું છે. આથી આ ભૂમિ તીર્થ રૂપે જ હતી.
એક પ્રમાણભૂત કથન મુજબ ઈચલકરંજીથી પાંચ માઈલના અંતરે આવેલા ‘શિરઢોણ’ ગામના શ્રેષ્ઠી નાનચંદભાઈ અને ફતેહચંદભાઈ નામના બે ભાઈઓનો વેપાર ધમધોકાર ચાલતો હતો. તેમજ ખેતી પણ હતી. આ બન્ને ભાઈઓ મૂળ ગુજરાતના પેઢામલીના વતની હતા. વર્ષોથી અહીં તેમણે પોતાની કર્મભૂમિ બનાવી હતી.
એકવાર આચાર્ય ભગવંત આનંદસૂરિજી મહારાજના મુખેથી તીર્થ અને શ્રી જિન ભક્તિનો મહિમા બન્ને ભાઈઓએ સાંભળ્યો અને તેમને તીર્થનિર્માણનો વિચાર આવ્યો.
આ સમયગાળામાં તેમની દૃષ્ટિ કુંભોજગિરિ પર ગઈ અને ત્યાં ભવ્ય જિનાલય નિર્માણ કરવાની ભાવના જાગી. વિક્રમ સંવત ૧૯૧૨ તેઓએ કુંભોજગિરિ પર તીર્થ નિર્માણનો પ્રારંભ કર્યો. તીર્થ નિર્માણમાં તેઓને સારો એવો સમય ગયો. છેવટે દર્શનીય જિનાલયનું નિર્માણ થયું. ફતેહચંદભાઈ ગુજરાતમાંથી મનોરમ્ય જિનબિંબો લઈ આવીને વિક્રમ સંવત ૧૯૨૬ ના મહા સુદ – ૭ના દિવસે તે પ્રતિમાજીઓ નો ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠા કરી.
વિક્રમ સંવત ૧૯૨૮માં આ તીર્થની સોંપણી શ્રીસંઘને કરવામાં આવી. ત્યાર પછી તો ડુંગર પર ચઢવા માટે પાકાં પગથિયાં કરવામાં આવ્યા. તળેટી પાસે વિશાળ ધર્મશાળા બનાવાઈ તેમજ ધર્મશાળામાં એક જિનાલય રચવામાં
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ
૨૧૧