________________
પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. સપ્તફણાથી અલંકૃત્ત છે. આ પ્રતિમાજી અત્યંત નયનરમ્ય અને દિવ્યતાના તેજ પ્રસરાવે છે.
મહિમા અપરંપાર સરધારમાં પ્રભુદાસભાઈ શેઠનો પરિવાર અત્યંત ધર્મિષ્ઠ ઘરના દરેક સભ્યો જિનાલયમાં જઈને શ્રી જિનેશ્વર ભગવંતની સેવા-પૂજા અને ભક્તિ કરે. પ્રભુદાસભાઈના ત્રણ પુત્રો વિવિધ વ્યવસાયોમાં ગુંથાયેલા હતા. પ્રભુદાસાઈ નિવૃત્તિનું જીવન ગાળતા હતા. તેમાં મોટો પુત્ર રાજેશ ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતો હતો. તેને ગાંધીનગરમાં રહેવા માટે ક્વાર્ટર મળ્યું હતું. તે તેની પત્ની સાથે ત્યાં રહેતો હતો. રજાઓમાં તે માતા પિતાને મળવા પોતાના પરિવાર સાથે સરધાર આવતો હતો. બીજો પુત્ર વિરેન રાજકોટની એક પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હતો. તે દરરોજ સરધાર-રાજકોટ અપડાઉન કરતો હતો. ત્રીજો અને નાનો પુત્ર સરધારની કરિયાણાની દુકાન સંભાળતો હતો.
એકવાર રાજેશ અને તેનો પરિવાર દીવાળીની રજાઓમાં સરધાર આવ્યો. ત્યારે રાજેશે માતા પિતા સમક્ષ વાત ઉચ્ચારી કે દરેક ભાઈઓને ભાગમાં જે આવતું હોય તે આપી દો...'
પ્રભુદાસભાઈ રાજેશની વાત સાંભળીને હતપ્રભ બન્યા. તેમણે કહ્યું : ‘રાજેશ, મારી પાસે મકાન અને કરિયાણાની દુકાન છે. સોનુ તો તમને ત્રણેયને આપી દીધું છે. રોકડ મિલ્કત કશી નથી. સરધારમાં ખેતીની જમીન છે. બાકી કશું નથી.”
“પિતાજી, આપની પાસે ત્રણ ચીજો છે. તેનો બજારભાવ જાણીને ભાગ પાડી દો...હકીકતમાં મારે ગાંધીનગર મકાન બનાવવું છે. બેંકમાંથી લોન લઉં તો વ્યાજ ભરી ભરીને થાકી જવાય. અહીં ભાગમાં જે રકમ મળે તેનાથી મકાન થઈ જાય...'
રાજેશ, ભાગ પાડીએ તો પણ દોઢ-બે લાખથી વધારે કોઈને મળે તેમ નથી. આ મકાન, જમીન તથા દુકાન વગેરેનું મૂલ્ય દોઢ-બે લાખથી વધારે નથી.
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૭