________________
હે પ્રાણ પ્રાણેશ્વર પ્રભુ પાર્શ્વ, હૃદયમાં આપ છો તો બધું જ છે. આપ નથી તો બધું શૂન્ય છે. આપ મારા પ્રાણ છો. મારા જીવન આધાર છો.
અને અંતે હે કૃપાસાગર, કરૂણા નિધાન પ્રભુ પાર્થ...
આગલા ભવમાં કરેલ ૫0૦ કલ્યાણકના આરાધક, પાયલ, ધરણેન્દ્રદેવ, મા પદ્માવતી અને વૈરોપ્યા આદિ અનેક દેવ-દેવીથી પૂજાયેલ હે પ્રભુ પાર્શ્વ...! આપની પાસે શું માગું?
મારી કોઈ શક્તિ નથી, પાત્રતા નથી. મારી પાસે કોઈ વિશેષ ભાવ નથી છતાં પણ હે પ્રભુ, જિનશાસનના અનેક કાર્યો કરવાની ભાવના વારંવાર થાય છે. પૂજા-પૂજનો દ્વારા તારી ઉત્કૃષ્ટ ભક્તિ કરવાનું મન થાય છે. તપ દ્વારા અનેક કર્મોનો ક્ષય કરવાના ભાવ જાગે છે. ઉત્તમ એવું આપનું તત્ત્વજ્ઞાન લોકોમાં પીરસવાનું મન પ્રત્યેક ક્ષણે થાય છે. આપની આજ્ઞાનુસાર સમગ્ર જીવન જીવવાની ઈચ્છાઓ વારંવાર થાય છે. હે કૃપા સાગર, હે કરુણાનિધાન, આપની કૃપા અને કરૂણા વિના કંઈજ શક્ય નથી. તો હે દીનાનાથ, મુજ પામર જીવ ઉપર કૃપા વરસાવો.... કુપા વરસાવો....મહાકૃપા વરસાવો (સંકલિત)
મુનિ ભગવંતોએ પણ શ્રી દુ:ખભંજન પાર્શ્વ પ્રભુના ગુણગાન ગાયા છે. ભવદુઃખ ખંડન નાથ નિરંજન દુઃખભંજન હે પ્રભુ, હે વામા નંદન ત્રિજગવંદન, શીતલચંદન હે વિભુ, સુરત નગરે આપ બિરાજ્યા, પૂજન કરતાં મન હરખાય, આપની ભક્તિ ખરા હૃદયે કરતાં દુઃખો સર્વ કપાય.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૯૧