________________
શ્રી શંખલા પાર્શ્વનાથ
મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ શંખલપુર ગામમાં શ્રી શાંતિનાથ જિનપ્રાસાદમાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. બહુચરાજી સ્ટેશનથી ૨૬ કિ.મી. ના અંતરે શંખલપુર આવેલ છે. શ્રી શાંતિનાથ પ્રભુનું ત્રણ શિખરોથી યુક્ત ભોંયરાવાળું આ ભવ્ય જિનાલય છે. જિનાલયના જમણા ગભારામાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાજી છે. બધી પ્રતિમાજીઓ પ્રાચીન છે. દર્શનીય તીર્થસ્થળ છે.
શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (સાંતાક્રુઝ-મુંબઈ) તથા શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
HERE
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ઓગણસીત્તે૨મી દેવકુલિકામાં શ્રી શંખલા (શંખલપુર) પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમાજી અત્યંત દર્શનીય અને મનમોહક છે.
શંખલપુર ગામની વચ્ચો વચ્ચ શ્રી શાંતિનાથ પરમાત્માનું ભવ્ય અને દર્શનીય જિનાલય આવેલું છે. આ જિનાલયમાં મૂળનાયકની જમણી બાજુના ગભારામાં શ્રી શંખલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજી શ્યામ પાષાણની, સમ્રફણાથી અલંકૃત અને પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ ઈંચ અને પહોળાઈ ૧૯ ઈંચની છે. મહારાજા સંપ્રત્તિના સમયની આ દિવ્ય આભા પ્રસરાવતી પ્રતિમાજી છે.
શંખલપુરનો ઈતિહાસ પ્રાચીન છે. આ ગામ લખમણ નામના રાજાએ વસાવ્યું અને પોતાના નામ પરથી ‘સલખણપુર' ગામનું નામ રાખ્યું. ચૌદમા અને સત્તરમાં સૈકામાં જૈનોની વસ્તી વિશાળ હતી. પેથડ શાહ મંત્રીએ ૧૪માં સૈકામાં સલખણપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય બંધાવ્યું હતું. આ સમયમાં વિનયપ્રભ ઉપાધ્યાયે ‘તીર્થમાળા’ ની રચના કરી હતી. તેમાં તેમણે આ ગામમાં પાર્શ્વનાથ અને શાંતિનાથના એમ બે જિનમંદિરોનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી શંખલા પાર્શ્વનાથ
૨૦૩