________________
મહારાજા ગજરાજસિહભાણજી ભંડારીનું અદકેરૂં બહુમાન કર્યું. રાજાએ પોતાના અંગત માણસો પાસે તપાસ કરાવી હતી. આમ ઈર્ષાળુઓની ચાલ ઊંધી પડી.
ભાણજી ભંડારીને યતિ મહારાજ પર ભક્તિભાવ થયો. જોધપુરથી વળતાં તે કાપરડા આવ્યો અને યતિ મહારાજને આ ગામમાં ભવ્ય જિનાલય બંધાવવાની વાત કરી. યતિ મહારાજ તેના પર અતિ પ્રસન્ન થયા. આમ વિક્રમ સંવત ૧૬૬૦ માં ભવ્ય જિનાલય માટેનું નિર્માણ કાર્ય શરૂ થયું. નવ વર્ષ બાદ દેવવિમાનની ઝાંખી કરાવતું ભવ્ય જિનાલય કાપરડાં ગામમાં નિર્માણ પામ્યું.
આ જિનાલયમાં બિરાજમાન કરવા સહુ કોઈ પ્રતિમાજીની શોધમાં હતા. એ સમયે આચાર્ય ભગવંત શ્રી જિનચંદ્રસૂરિજી મહારાજને સ્વપ્નમાં ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસની ભૂમિ નીચે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હોવાનો સંકેત મળ્યો અને વિક્રમ સંવત ૧૬૭૪ના પોષ વદ ૧૦ ના દિવસે આ મૂર્તિ પ્રગટ કરાવી. આમ સ્વપ્ન સંકેતથી સ્વયં પ્રગટ થયેલા હોવાથી તે પાર્શ્વનાથ પ્રભુ “શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ' તરીકે પ્રસિધ્ધિ પામ્યા. કાપરડા ગામના નામ પરથી આ પાર્શ્વનાથ “શ્રી કાપરડા પાર્શ્વનાથ' તરીકે પણ ઓળખાય છે. ' આમ વિક્રમ સંવત ૧૬૭૮ની સાલમાં ચાર માળના આ ભવ્ય જિનપ્રાસાદમાં પરમાત્માનો ભવ્ય મહોત્સવ રચીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.
ત્યાર પછી સૈકાઓ બાદ વિક્રમ સંવત ૧૯૭૫ના મહા સુદ પાંચમના દિવસે આ જિનાલયનો જીર્ણોધ્ધાર શાસનસમ્રાટ આ.ભ. શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજના પ્રયાસોથી થયો અને તેમના જ વરદ હસ્તે આ તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠા સમયે બીજી પંદર જિન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ જિનાલયના શિખરના ચોથા માળે ચૌમુખજી બિરાજમાન છે. ચારમાળના આ જિનાલયની નીચે ભોયરૂં પણ છે જિનપ્રાસાદની ઊંચાઈ ૯૮ ફૂટની છે. દર વર્ષે ચૈત્ર સુદ-૫ ના દિવસે અહીં વિરાટ મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્તમાનમાં આ તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. “શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ તીર્થ’ અંગેના ઉલ્લેખો જૈનાચાર્ય અને મહાપુરુષોની રચનામાં જોવા મળે છે.
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
૧૬૫