________________
૧૯૩૦ની આસપાસ પાટણના જૈનસંઘોનું આ બાબતે ધ્યાન જતાં મંદિરનો કબજો મેળવ્યો અને વિક્રમ સંવત ૧૯૩૮માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરાવ્યો. વિક્રમ સંવત ૧૯૫૬માં વિશાળ ધર્મશાળા બનાવાઈ. આ પછી પણ એકવાર આ જિનાલયનો જીર્ણોધ્ધાર થયો. મૂળનાયકની બાજુમાં સંવત ૧૯૮૪ના જેઠ સુદ-૫ ના શ્રી શીતલનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ તીર્થ અંગે અનેક જૈનાચાર્યો તથા કવિઓએ પોતાની રચનાઓમાં ઉલ્લેખ કર્યો છે.
વિશેષ જાણકારી
(૧) ચારૂપ તીર્થમાં બિરાજમાન શ્રી શ્યામલા પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણ, પદ્માસનસ્થ પ્રતિમાજીનો ઈતિહાસ અત્યંત પ્રાચીન છે. પ્રીચીનકાળમાં અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી હતી. એમાંની આ એક છે. પ્રભુ પ્રતિમાજી પ્રાચીન કલાનો અદ્વિતીય નમૂનો છે. પ્રતિમાજીમાં તપસ્વીની કૃશતા, સ્વસ્થતા, શાંતિ, ગંભીરતા અને નિરાગીપણાનાં ચિન્હો સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. નજીકનું ગામ પાટણ ૧૦ કિ.મી. ના અંતરે છે. અહીં ધર્મશાળા તથા ભોજન શાળાની સગવડ છે. (સંકલિત)
(૨) કાળના કેટલાય થરો ઓળંગીને ગત ચોવીસીના ૧૬માં તીર્થંકર શ્રી નમિનાથના શાસનકાળમાં પહોંચીયે ત્યારે ત્યાંથી શ્રી ચારૂપ પાર્શ્વનાથ (શ્રી શ્યામલા પાર્શ્વનાથજી)નું ઉદ્ગમ સ્થાન પ્રાપ્ત થાય છે. શ્રી નેમિનાથ પ્રભુ તીર્થંકરના શાસનને ૨૨૨૨ વર્ષોના વહાણાં વીતી ગયા હતા ત્યારે ગોંડ દેશના અષાઢી નામના શ્રાવકે ત્રણ મનોહર પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. ચારૂપમાં બિરાજીને દર્શનાર્થીઓના હૃદયને ડોલાવી દેતાં શ્રી પાર્શ્વનાથના મનમોહક પ્રતિમાજી આ અષાઢી શ્રાવકે આપેલા ત્રણ પ્રતિમાના વારસામાંની એક છે. કાળની કિતાબના પાના ફરતાં ગયા. એકદા કાંતિનગરના ધન શ્રેષ્ઠીનું વહાણ અચાનક સમુદ્રમાં થંભી ગયું. આ કોઈ દેવી ચેષ્ટા છે તેમ જાણીને શ્રેષ્ઠીએ પૂજા દ્વારા દેવને પ્રત્યક્ષ કર્યાં. તે ભૂમિમાં ગુપ્તપણે રહેલાં ત્રણ મનોહર જિનબિંબોના પ્રગટકરણને ઝંખતા
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૮