________________
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
ઉત્તર ગુજરાતના ભવ્ય જિનાલયોની નગરી પાટણથી દસ કિલોમીટરના અંતરે ચારૂપ તીર્થમાં શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. જિનાલયથી રેલ્વે સ્ટેશન ૧ કિ.મી. ના અંતરે છે. અહીં ધર્મશાળા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. શ્યામવર્ણના શ્રી ચારૂપ પાર્શ્વનાથ શ્રી શામળા પાર્શ્વનાથ તરીકે વધુ જાણીતા છે. શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુના અનેક જગ્યાએ મંદિરો આવેલા છે. અહીં કારતક વદ-૧ ના દિવસે મોટો મેળો ભરાય છે. આખું પાટણ દર્શનાર્થે ઉમટી પડે છે. તેમજ જેઠ સુદ ૫ નો પણ ઘણો મહિમા છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં પાંસઠમી દેવકુલિકામાં ૫૨મ પ્રભાવક શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
શ્રી ચારૂપ પાર્શ્વનાથ જિનાલય શિખરબંધી છે શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામવર્ણના પાષાણની, સપ્તફણાથી વિભૂષિત છે. ફણા સહિત ઊંચાઈ ૩૭ ઈંચ અને પહોળાઈ ૪૩ ઈંચની છે.
શ્રી ચારૂપ પાર્શ્વનાથના ઉદ્ગમસ્થાન માટે અતિ પ્રાચીન કાળમાં જવું પડશે. ગત ચોવીશીના ૧૬મા તીર્થંકર શ્રી નમિનાથ સ્વામીના શાસનને ૨૨૨૨ વર્ષોના વહાણાં પસાર થઈ ગયાં ત્યારે ગોંડ દેશના ૫૨મ જૈન શ્રાવક અષાઢીએ ત્રણ મનોહર પ્રતિમાજીનું નિર્માણ કરાવ્યું, એમાંથી એક પ્રતિમાજી ચારૂપ તીર્થમાં છે, તે અષાઢી શ્રાવકે નિર્માણ કરાવેલી ત્રણ પ્રતિમાજીમાંની એક છે.
‘અષાઢી શ્રાવક શ્રી નમિનાથ સ્વામીના કાળમાં થયા.’ આ વાતથી દ્વિધા જન્મે તે સ્વાભાવિક છે. આ નમિનાથ તે વર્તમાન ચોવીશીના ૨૧મા તીર્થંકર ન હોઈ શકે ? આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય, પરંતુ અષાઢી શ્રાવક બેમાંથી કયા નમિનાથ સ્વામીના કાળમાં થયા તે પ્રશ્નનો ઉત્તર માત્ર કેવળી ભગવંત જ આપી શકે.
કાળનો પ્રવાહ વહેતો રહ્યો.
એક દિવસ કાંતિનગરના ધનશ્રેષ્ઠીનું વહાણ સમુદ્રમાં એકાએક રોકાઈ ગયું. ધનશ્રેષ્ઠી તરત જ સમજી ગયા કે આ કોઈ દૈવી કૃત્ય છે. ધનશ્રેષ્ઠીએ તરત
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૬