________________
જ ભક્તિ દ્વારા દેવને પ્રત્યક્ષ કર્યા. દેવે સમુદ્રની અંદર રહેલી ત્રણ પ્રતિમાજીઓના પ્રગટીકરણની વાત કરી. ધનશ્રેષ્ઠી તો દેવનું કથન સાંભળીને અતિ હર્ષિત બન્યો. તેણે દેવની સહાયથી ત્રણ જિનબિંબો સમુદ્રમાંથી બહાર આણ્યાં.
આ ત્રણ પ્રતિમાજીઓમાંની એક પ્રતિમાજી ચારૂપ ગામમાં પધરાવીને તીર્થની પ્રતિષ્ઠા કરાઈ બીજી અરિષ્ટનેમિ પ્રભુને પાટણમાં આંબલીના વૃક્ષ નીચે આવેલા જિનાલયમાં પધરાવ્યા અને ત્રીજી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીને થાંભણા ગામમાં સેઢી નદીના કિનારે ઘટાદાર વૃક્ષોની ભૂમિ પર રાખી.
ચારૂપમાં મનોહર જિનબિંબને કોણે પ્રતિક્તિ કર્યા એની જાણકારી નથી. આ જિનાલયમાં ખંડિત પરિકરના લેખ પરથી જણાય છે કે નાગેન્દ્ર ગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરીજીએ ચારૂપ તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પરિકરની પ્રતિષ્ઠા ૧૪મી સદીમાં કરી હતી, તેમાં ચારૂપને મહાતીર્થ દર્શાવાયું છે.
ચારૂપમાં નાગોરના શ્રેષ્ઠી દેવચંદ્ર ગુઢ મંડપ અને છ ચોકીથી યુક્ત એક જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી, તેવી નોંધ આબુના લુણવસહી મંદિરના સં. ૧૨૯૬ના શિલાલેખમાં છે.
વિક્રમ સંવત ૧૪૬૬માં શ્રેષ્ઠી પેથડે ચારૂપમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર બંધાવ્યું હતું, પરંતુ વર્તમાનમાં આ બેમાંથી એક પણ જિનાલય નથી.
ગુર્જરનરેશ સિધ્ધરાજ જયસિંહે ચારૂપમાં વીરાચાર્ય નામના એક સત્વશીલ અને પ્રભાવક જૈનાચાર્યનો ભવ્ય સ્વાગત-મહોત્સવ રચ્યો હતો. આથી કહી શકાય કે ૧૨મા સૈકા પહેલાં ચારૂપમાં જૈનોનું વર્ચસ્વ હતું તેમ કહેવાનું અસ્થાને નહિ ગણાય.
તે એટલું ચોક્કસ છે કે ચારૂપનું શ્રી પાર્શ્વનાથ તીર્થ સોલંકી કાળથી આજ દિવસ સુધી પ્રસિધ્ધ રહ્યું છે. અઢારમા સૈકામાં શૈવોએ આ મંદિર પર કબજો જમાવીને તેમાં મહાદેવ, પાર્વતી અને ગણેશની મૂર્તિઓ મૂકી. વિક્રમ સંવત
શ્રી ચારૂપ પાર્શ્વનાથ
૧૭૭