________________
| ‘ભાઈ, હાલમાં અહીં નવી ધર્મશાળાનું કાર્ય ચાલી રહ્યું છે. તેમાં રૂમ લખાવી શકાશે. એક રૂમ માટે રૂા. એકાવન હજાર છે. તમે તેનો લાભ લો... જો વધારે રકમ વાપરવાની ઈચ્છા હોય તો ધર્મશાળાના આગળના ભાગમાં મુખ્ય દાતા તરીકેની તકતી મૂકાશે. તે માટે રૂા. પાંચ લાખનો નકરો છે.
ગુરૂદેવ, અમે ધર્મશાળાના મુખ્ય દરવાજા પરના મુખ્ય દાતા તરીકેનો લાભ લેવા માગીએ છીએ. તે માટેની રકમ હું અત્યારેજ જમા કરાવી દેવા માગું છું. મુખ્ય દરવાજા પર મારા માતા-પિતાનું નામ રાખવાનું છે.'
મુનિરાજે તરત જ પેઢીના માણસને બોલાવ્યો અને પેઢીનો માણસ મહેતાજીને બોલાવી લાવ્યો. મહેતાજીને તરત જ દીપકભાઈએ પાંચ લાખ રૂપિયા આપ્યા અને માતા-પિતા તથા પોતા પરિવારની વિગતો આપી દીધી.
મહેતાજીએ કહ્યું : “હવે જ્યારે પણ શંખેશ્વર આવો ત્યારે તમને બે રૂમ કાયમ માટે આપી શકીશું. એ માટે એક દિવસ અગાઉથી અમને ફોન દ્વારા જાણ કરશો. આગામી દિવસોમાં કોઈ પ્રસંગની ઉજવણી થશે ત્યારે આપનું બહુમાન કરવામાં આવશે.'
‘ના...ના... અમને બહુમાનમાં રસ નથી. પણ અમારે કેટલીક રકમ ધર્મકાર્યમાં વાપરવી હતી એટલે આ લાભ લીધો છે...' દીપકભાઈ બોલ્યા.
મુનિરાજે મંત્રિત વાસક્ષેપ દીપકભાઈના પરિવારના સભ્યોના મસ્તક પર છાંટ્યો.
આમ વધુ એક દિવસ રોકાઈને દીપકભાઈનો પરિવાર શંખેશ્વરથી નડિયાદ જવા વિદાય થયો.
શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૪