________________
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જીલ્લાના રેવદર તાલુકાના મોટી સિ૨ોડી ખાતે સિરોડીયા(ગોડી) પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આબુરોડ રેલ્વે સ્ટેશનથી આ તીર્થ ૬૦ કિ.મી. ના અંતરે આવેલું છે. આ તીર્થની નજીક દીયાણા તીર્થ ૧૯ કિ.મી. ના અંતરે છે. સાંતાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ચોસઠમી દેવકુલિકામાં શ્રી સિરોડીયા (ગોડી) પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
સિરોડી ગામમાં શિખરબંધી જિનાલયમાં દિવ્યતાના તેજપૂંજ સમી શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ, સપ્તફણાથી વિભૂષિત આ પ્રતિમાજી ની ઊંચાઈ ૩૬ ઈંચ અને પહોળાઈ ૩૨ ઈંચની છે. આ તીર્થ પ્રાચીન અને ૫૨મ પ્રભાવક છે. કલાત્મક પરિકરથી પ્રતિમાજીનું તેજ નીખરી ઊઠે છે.
આ તીર્થની પ્રાચીનતા, ઉદ્ભવ વગેરેનો ઈતિહાસ ઉપલબ્ધ થતો નથી. પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ જોવા મળે છે. વિક્રમ સંવત ૧૫૦૦ ની આસપાસ આ તીર્થનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલો અને છેલ્લો જીર્ણોધ્ધાર વિક્રમ સંવત ૨૦૧૮ માં થયો હતો. તે વર્ષના પોષ મહિનામાં સિધ્ધાંત મહોદધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજાની શુભ નિશ્રામાં આ તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રતિમાજી ‘શ્રી ગોડી પાર્શ્વનાથ' ના નામથી વધુ જાણીતી છે. અનેક આચાર્યો, મુનિ-ભગવંતો તથા કવિઓએ આ તીર્થ અને પ્રતિમાજી વિષે પોતાની રચનામાં નિર્દેશ કર્યો છે.
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૬૯