________________
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલ કાપરડા ગામમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થધામ આવેલું છે. જોધપુરથી કાપરડા જૈન તીર્થ ૫૦ કિ.મી. ના અંતરે પીપાડ સિટીથી ૧૬ કિ.મી., જયપુરથી ૨૪૦ કિ.મી. તથા સિવાડી રેલ્વે સ્ટેનથી આ તીર્થ માત્ર આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથનું જિનાલય કલા-કારીગરીથી ઉત્કૃષ્ટ છે. શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથના જિનાલયમાં સભા મંડપ, મંડપના સ્તંભો, છત, તોરણોમાં શિલ્પીઓએ શિલ્પકલાને જીવંત કરી હોય તેમ લાગ્યા વગર રહેતું નથી.
મુંબઈના સાંતાક્રુઝના શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય તથા પાર્લા (ઈસ્ટ) મુંબઈના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની ફરતી ભમતીમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજીત છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં ત્રેસઠમી દેવકુલિકામાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
જોધપુર (રાજસ્થાન) જિલ્લામાં શ્રી કાપરડાજી તીર્થના ભવ્ય જિનાલયમાં શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય તીર્થ છે. સપ્તફણાથી અલંકૃત, નીલ પીસ્તા વર્ણના, પદ્માસનસ્થ આ પ્રતિમાજી મરકત પાષાણની છે. તેની ઊંચાઈ ૨૧ ઈંચ અને પહોળાઈ સવા સોળ ઈંચ છે.
કાપરડા ગામમાં ચાર માળનું શિખરબંધી જિનાલય આજે ભાવિકો માટે શ્રધ્ધાના અમૃત સમાન છે. અહીં થોડા સૈકાઓ પૂર્વે ખેડૂતોનાં થોડા-ઘણાં ઝુંપડાંઓ હતાં. ધીરે ધીરે અહીં કાપડની બજાર ભરાવા લાગી. કાપડની બજાર ભરાવાના કારણે આ ગામ “કાપડ હાટ’ કે ‘કર્પટવાણિજ્ય' ના નામે બોલાવા લાગ્યું. અપભ્રંશ થતાં તેનું કાપરડા નામ જાણીતું બન્યું. ચૌદમા સૈકામાં આ ગામ હતું તેમ જાણવા મળે છે. આ ગામમાં આવેલું “ચાંપાસર સરોવર’ રાવ ચાંપાએ બંધાવ્યું હતું, જે આજે પણ છે.
આ ગામની જાણકારી શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર બંધાયું ત્યારે
શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ
૧૬૩