________________
પાછા અહીં આવી જઈએ.” શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે ત્યાં બે દિવસ રહીએ. આ જિનાલય અતિ ભવ્ય છે. ત્યાં અમે સેવા પૂજા કરીએ. તેમાંય ત્યાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી એટલા પ્રભાવક છે કે ત્યાંથી દષ્ટિ ખેંચવાનું જ મન ન થાય... શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે સેવા-પૂજા અને ચૈત્યવંદન કરીએ. આ વખતે તમારા જેવા મિત્રના કહેવાથી શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની સમક્ષ અમારી મનોકામના પાર પાડવાનો સંકલ્પ કરીને આવ્યા છીએ. અમને શંખેશ્વરથી પાછા આવ્યાને વીસ દિવસ થઈ ગયા’ ચંપકલાલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની માંડીને વાત કરી.
મફતલાલે કહ્યું : “તમે શંખેશ્વરમાં કઈ બાબતનો સંકલ્પ કર્યો છે ?'
મારી પુત્રી દિવ્યા ચોવીસ વર્ષની થઈ છે. ડબલ ગ્રેજ્યુએટ અને કલાક્ષેત્રમાં પ્રવિણ છે. દેખાવમાં સરસ છે. તેને યોગ્ય મુરતિયો મળી જાય તેવો સંકલ્પ શંખેશ્વર જઈને ધારણ કરી આવ્યા છીએ. અમે દીકરી માટે અનેક ઠેકાણાં જોયા પરંતુ અનુકૂળ આવતાં નથી.'
મફતલાલે કહ્યું : “તો પછી જાણી લોકે તમારો સંકલ્પ પૂરો થઈ ગયો છે. મારો પુત્ર પચ્ચીસ વર્ષનો છે. મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મારા પુત્રએ મને બે દિવસ પહેલાં જ તમારી પુત્રીની વાત કરી હતી.'
એમ...! મારી પુત્રી દિવ્યાને ક્યાં જોઈ હતી ?”
‘તમારી પુત્રી ત્રણ મહિના પહેલાં એક ગ્રુપ સાથે કાર્યક્રમ આપવા આવી હતી ત્યારે જોઈ હતી. કાર્યક્રમમાં જાહેરાત થઈ કે અમરાવતીની ચંપકલાલ દેસાઈની પુત્રી દિવ્યા ભાગ લઈ રહી છે. તેને આછેરો ખ્યાલ હતો કે તમે મારા ખાસ મિત્ર છો. તેણે ઘેર આવીને વાત કરી અને હું તરત જ અહીં તારી પાસે આવ્યો છું. મારો પુત્ર આજ સાંજ સુધીમાં અહીં આવી પહોંચશે.”
મફતલાલ, તમારું ઘર મળતું હોય તો મારે કંઈ પૂછવું નથી. અને કંઈ જોવું નથી.... મેં મારી પુત્રી દિવ્યા તમારા પુત્ર માટે આપી... તમારા પુત્રનું નામ શું છે?'
- “સલીલ...”
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૬૧