________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જીલ્લાના નૂન નામના ગામમાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજી પ્રભુનું ભવ્ય અને પ્રાચીન જિનાલય આવેલું છે. કાલંદ્રીથી નૂન ગામે જઈ શકાય છે. તેમજ સિરોહી રોડ રેલ્વે સ્ટેશનથી પ૬ કિ.મી.ના અંતરે નૂન તીર્થ આવેલું છે. અહીં જૈનોની વસ્તી ન હોવાથી તીર્થનો વહીવટ કાલંદ્રી જૈન સંઘ કરી રહ્યો છે. અહીં દર વર્ષે પોષ દસમીનો મેળો ભરાય છે. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજીનું નૂનમાં મુખ્ય તીર્થ છે. તે ઉપરાંત સાબરમતી - રામનગરના જિનાલયમાં ઉપરના માળે શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજી (ધાતુના), મૂળનાયક રૂપે બિરાજે છે.
| શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં બાસઠમી દેવકુલિકામાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજીત છે.
રાજસ્થાનના નૂન નામના જૈનોની વસ્તી વગરના ગામમાં શ્રી આશાપૂરણ પાર્શ્વનાથનું કલાકારીગરીથી ઓપતું પ્રાચીન જિનાલય આવેલું છે. ભૂતકાળમાં નૂન ગામ સમૃધ્ધ નગરી રહી હશે તેવું અનુમાન કરી શકાય છે. આ જિનાલય અત્યંત પ્રાચીન છે. સપ્તફણા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજીની પ્રતિમાજીની ઊંચાઈ ૧૭ ઈંચ અને પહોળાઈ ૧૨.૫ ઈંચની છે. આ પ્રતિમાજી શ્વેતવર્ણની છે. આ જિનાલયનું નિર્માણ શ્રી સંઘે સંવત ૧૧૦૦ ની આસપાસ કરાવ્યું હતું. જ્યારે આ નગરી સમૃધ્ધિની ટોચે હશે ત્યાં સુધી આ જિનાલયના જીર્ણોધ્ધાર થતા રહ્યાં છે.
આ પ્રાચીન જિનાલયમાં બિરાજમાન શ્રી આશાપૂરણ પાર્શ્વનાથની ભક્તિ કરનાર ભાવિકને તેના પ્રભાવનો પરિચય થતો રહ્યો છે. તેથી શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ તરીકે ખ્યાતિ પામ્યા.
સંસારીજનોની મનોકામના અહીંના શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ પ્રભુની ભાવભરી ભક્તિથી સિધ્ધ થયાના અનેક દૃષ્ટાંતો છે.
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ
૧૫૭