________________
પરંતુ હવે એમ કરવું નહિ પડે.... આઠ દિવસમાં રૂઝ આવી જશે તેમજ તેના ચહેરા પર કોઈ ડાઘ નહિ રહે. વડીલોના પુણ્યથી જ તમારો પુત્ર બચી ગયો છે... તમે એને ઘેર લઈ જઈ શકો છો.'
અને...મનોજભાઈ, ઉષાબેન રીતેશને લઈને ઘેર આવી ગયા. ઉષાબેને શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના જાપ ચાલુ કરી દીધા હતા. આઠ દિવસ સુધી દરરોજ ડ્રેસીંગ કરવામાં આવતું હતું. નવમે દિવસે રીતેશનો ચહેરો પહેલાં જેવો થઈ ગયો. મનોજભાઈ અને ઉષાબેને શાંતિનો શ્વાસ ખાધો.
ઉષાબેને મનોજભાઈને કહ્યું : “મનોજ, આપણે રીતેશને લઈને શંખેશ્વર જવું પડશે ત્યાં શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરાવવાના છે. શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની કૃપાથી આપણો રીતેશ નવપલ્લવિત થયો છે.'
ઉષા, આપણે આવતી કાલેજ શંખેશ્વર જઈએ અને સેવા-પૂજા કરીને સાંજે ત્યાંથી નીકળી જઈશું. આવતીકાલે રવિવાર છે. હું ટેક્સીનું કહી દઉં છું.”
એમજ થયું.
બીજે દિવસે મનોજભાઈનો પરિવાર શંખેશ્વર ગયો ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની તથા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં બિરાજમાન દરેક પ્રતિમાજીઓની અનેરી શ્રધ્ધા સાથે સેવા પૂજા કરી તેમાં એકસઠમી દેરીમાં બિરાજમાન શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની અનેરા ભાવથી સેવા-પૂજા અને ચૈત્યવંદન કર્યું. બપોરે ભોજનશાળામાં ભોજન લઈને બપોરે ચાર વાગે શંખેશ્વરથી નીકળી ગયા અને સીધા અમદાવાદ આવી ગયા.
શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી જીવન નવપલ્લવિત બની જાય છે.
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૫