________________
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહે૨માં શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય તીર્થ આવેલું છે. બનાસકાંઠાનું આ મુખ્ય શહેર છે. અમદાવાદ-આબુરોડ રેલ્વેલાઈન પર પાલનપુર રેલ્વે સ્ટેશન વચ્ચે આવે છે. પાલનપુર જમીન માર્ગે પણ જઈ શકાય છે. પાલનપુરમા દશ જિનપ્રસાદો આવેલા છે. અહીં ધર્મશાળા, ભોજનશાળા, ઉપાશ્રયો તથા જ્ઞાન ભંડારો આવેલા છે.
શ્રી પલ્લવિયા પાર્શ્વનાથજીની પ્રતિમા મુંબઈમાં સાંતાક્રુઝ (મુંબઈ)ના કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં બિરાજમાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનલયની ફરતી ભમતીમાં એકસઠમી દેવકુલિકામાં શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ પ્રભુની તેજોમય પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે.
પાલનપુર નગરમાં પ્રસન્ન મુદ્રામાં શ્રી પલ્લવિયા પાર્શ્વનાથની એક ભવ્ય અને પ્રાચીન જિનાલયમાં પ્રતિમાજી બિરાજમાન છે. શ્વેત વર્ણની આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૭ ઈંચ અને પહોળાઈ ૧૪ ઈંચની છે. જૈન શાસનના ઝગમગતા સિતારા સમાન, પરમ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજી મહારાજા તથા મોગલ શહેનશાહ અકબરને પ્રતિબોધ આપનાર આચાર્ય ભગવંત શ્રી હીરવિજયસૂરિશ્વરજી મહારાજા જેવી હસ્તીઓની પાલનપુર જન્મભૂમિ રહી છે. પાલનપુર નગર એક હજાર વર્ષથી વધારે પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. મહારાજા પાલણ અર્થાત પ્રહલાદને અર્બુદાચલના શાસન પર બેસીને વિક્રમ સંવત ૧૦૦૧માં રાજ્યની ધૂરાં સંભાળી.
મહારાજા પાલણ શિવભક્ત હતો. તેણે પિત્તળની ધાતુની એક દર્શનીય જિન પ્રતિમાજીને પિગાળીને તેમાંથી એક નંદીનું નિર્માણ કરાવ્યું. રાજા પાલણે આ નંદીને એક શિવમંદિરમાં પ્રતિષ્ઠિત કર્યો.
રાજા પાલણથી આ અક્ષમ્ય ભૂલ થઈ ગઈ હતી. તેને આચરેલા પાપની સજા ભોગવવી પડી. કર્મની સત્તા સામે કોઈનું કશું ચાલતું નથી. પાલણ રાજાને આચરેલા પાપની સજા મળી. તેની કામણગારી કાયા પર કુષ્ઠરોગે ભરડો લીધો. સમગ્ર દેહ કુષ્ઠ રોગથી આવૃત્ત બની ગયો. રાજા પાલણે રોગમુક્ત થવા તમામ
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૦