________________
રાજા પાલણે જિનાલયમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી મુસ્લિમોના આક્રમણથી બચાવવા ભંડારી દેવાઈ હોવાની સંભાવના છે. ત્યાર બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુની નૂતન પ્રતિમા બનાવાઈ અને વિક્રમ સંવત ૧૨૭૪માં કોરંટગચ્છીય આચાર્ય ભગવંત શ્રી કક્કસૂરિજીના વરદ હસ્તે તે પ્રતિમાજી મૂળ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. જે “શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથનું બે માળનું જિનાલય આજે પણ વિદ્યમાન છે. વિક્રમ સંવત ૧૩૧૫ના સાલની લેખવાળી શ્રી અંબિકા દેવીની પ્રાચીન મૂર્તિ આજે પણ છે. આ મુખ્ય મંદિરની બાજુમાં અન્ય બે જિનાલયો આવેલા છે. એકમાં શ્રી આદિનાથ પ્રભુ અને બીજા જિનાલયમાં શ્રી નેમનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે.
આ નગરીની સમૃધ્ધિ અને ભવ્યતામાં દિન-પ્રતિદિન વધારો થતો ગયો. મહારાજા પાલણ વિદ્વાન અને સાહિત્યકાર હતા. તેમણે “પાર્થ પરાક્રમ વ્યાયોગ” નામનું સંસ્કૃત નાટક રચેલું હતું. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ જિનાલયની ભવ્યતા અને આ તીર્થની પ્રશસ્તિ અનેક કવિઓએ તથા ગુરૂ ભગવંતોએ મુક્તકંઠે પોતાની રચનાઓમાં અલંકૃત કરી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજય ધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ,આક્રમણ અને સ્થાળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો
શ્રી પલ્લવીયાજી પાર્શ્વનાથ
૧૫૨